ટંકારાના ધૂનડા ગામે કુવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

- text


ટંકારા : ટંકારાના ઘુનડા ગામની સીમમાં કુવામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ આ મૃતદેહને પીએમ અર્થે મોકલીને ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

ટંકારા તાલુકાના ધુનડા ગામની સીમમા કુવામાં યુવાનનો મૃતદેહ પડ્યો હોય તેવી માહિતીને પગલે મોરબી ફાયર ટીમના વિનયભાઈ ભટ્ટ સહિતની ટીમ દોડી ગઈ હતી. બાદમાં મૃતદેહને તુરંત બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક યુવાન વિજય કરશન કાવર (ઉ.વ.૩૨) રહે. રવાપર ગામ હોવાનું જાણવા મળ્યું છે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

- text