મોરબી : યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના સામાકાંઠે માળીયા વનાળિયા વિસ્તારના યુવકે અગમ્ય કારણોસર ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે સો ઓરડીના પાછળના ભાગે આવેલા માળીયા વનાળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ દેવજીભાઈ સોલંકી ઉ.વ.૩૨ નામના યુવકે પોતાના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બનાવ સંદર્ભે બી ડીવીઝન પોલીસે નોંધ કરી યુવકના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.