ટંકારામાં કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી

- text


શોભાયાત્રા અને મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા : લક્ષ્મી નારાયણ મંદિરે ભાવિકોએ માખણ મિસરીની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી

ટંકારા : હાથી ધોડા પાલખી જય બોલો નંદલાલ કિ ના ગગનભેદી નારા સાથે ટંકારામા જન્માષ્ટમી ની શોભાયાત્રા નીકળી હતી અને મટકી ફોડના કાર્યકમ પણ યોજાયા હતા. સાથે લક્ષ્મી નારાયણ મંદિર ખાતે કુષ્ણ જન્મોત્સવ ધામધૂમ પૂર્વક અને ભક્તિ ભાવથી ઉજવવામાં આવ્યો હતો. તમામ નગરજનો માખણ મિસરીની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. આ તકે ટંકારા પોલીસ સતત ખડે પગે રહી વ્યવસ્થા સંભાળી હતી.

નંદધેરા આનંદ ભયો જય કનૈયા લાલ કિના નારા સાથે ટંકારામા સવારથી કુષ્ણ જન્મને લઈ અનેરો થનગનાટ જોવા મળતો હતો ત્યારે શેરી મહોલા મા પંડાલ અને માલધારી સમાજ તથા સૌ નગરજનો સાથે રહી વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને શહેર ના રાજમાર્ગો ઉપર ફરી હતી

- text

આ તકે રાજબાઈ ચોક મા ભાટીયા પરીવાર દ્વારા મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો તો સરાયા ગ્રુપએ સરબત પિવડાવી ઠંડક કરાવી હતી. તો આર્ય સમાજ નજીક યુવા ચોક ખાતે પણ વિશાળ પંડાલ ઉભો કરાયો હતો

બાદમાં રાત્રિના ૧૨ વાગ્યા ના ટકોરે ટંકારા મધ્યમા ગામધણીના રૂપે બિરાજમાન લક્ષ્મી નારાયણ ભગવાનની સાનિધ્યમાં શાસ્ત્રોકત વિધિ વિધાન કરી કુષ્ણ જન્મોત્સવ મનાવ્યો હતો અને રીતસર ચાંદીના પલનામા ભગવાનને ભક્તોએ ઝુલાવ્યા હતા.

આરતિ ધુપ બાદ માલધારી સમાજ દ્વારા નંદ મહોત્સવ ઉજવ્યો હતો તો સૌવ ને માખણ દહી પંજરીની પ્રસાદી આપવામા આવી હતી.સુરક્ષા અને સલામતી માટે ટંકારા પીએસઆઇ એમ. ડી. ચૌધરી સહીત તમામ પોલીસ જવાનોએ ખડેપગે રહી ફરજ નિભાવી હતી.

 

- text