લજાઈ નજીક દારૂ પીને કાર અકસ્માત સર્જનાર ડ્રાઇવરને લોકોએ લમધાર્યો

- text


ટંકારા : ટંકારાના લજાઈ નજીક દારૂ પીને એક કાર ચાલકે પોતાની કારનો અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. ત્યારે દારૂ પીને ડ્રાઇવીંગ કરતા આ કારચાલકને લોકોએ લમધાર્યો પણ હતો.

ટંકારા તાલુકાના લજાઈ નજીક અલ્ટો અને અરટીગા કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં માલુમ પડતા કે અલ્ટો કારનો ડ્રાઉવર નશામાં ધૂત થઈને બેફિકરાઈથી ડ્રાઇવીંગ કરતો હતો તેથી લોકોએ તેને લમધાર્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text