મોરબી અને ટંકારાના અનેક ગામોમાં હાર્દિકને સમર્થન આપવા ધરણા, રામધૂન

- text


મોરબી – ટંકારા : મોરબી અને ટંકારા તાલુકાના ગામોમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં ગામે ગામ પ્રતીક ધારણા અને રામધૂનના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે આજે તારીખ 2ને રવિવારના રોજ પણ મોરબી અને ટંકારા અનેક ગામોમાં ગ્રામજનો દ્વારા હાર્દિકના સમર્થનમાં પ્રતીક ધરણા સાથે રામધૂન બોલાવી હતી.

પાટીદાર સમાજને અનામતનો લાભ આપવો, ખેડૂતોના દેવા માફ કરવા સહિતની ત્રણ મુખ્ય માંગણી સાથે હાર્દિક પટેલએ શરુ કરેલું અમરણાંત ઉપવાસ આંદોલન રંગ પકડી રહ્યું છે ત્યારે મોરબી પંથકમાં ગામો-ગામ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન મળતું હોય તેમ ટંકારા અને મોરબી તાલુકામાં અનેક ગામોમાં પ્રતીક ધારણા યોજાઈ રહ્યા છે. જેમાં આજે રવિવારે મોરબી તાલુકાના ઘુંટુ, લક્ષ્મીનગર, ધરમપુર, ખેવાળીયા સહિતના ગામોમાં પ્રતીક ધરણા અને રામધૂન યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા.

- text

આ ઉપરાંત ટંકારાના સજનપર, ધુનડા (સ), તેમજ ટંકારાના ચિત્રકૂટ હનુમાનજી મંદિરે આજે પ્રતીક ધરણા અને રામધૂન યોજાઈ હતી. જેમાં સજનપરમા સજનપર પાસ ટીમ મા સાગર કોરડિયા , કેશુભાઈ રૈયાણી ,જયંતીભાઈ કોરડિયા,નંદલાલ ભાઈ રાજપરા, ખીમજીભાઈ જીવાણી તેમજ ગામ અગ્રણી અશોકભાઈ બરાસરા, ભીખાબાપા રૈયાણી, રાજેશભાઈ બરાસરા, દીપકભાઈ મારવણીયા તેમજ મોટી સંખ્યા મા ગ્રામજનો જોડાયા હતા.સજજનપરમાં વોટસઅપ વિડીયો કોલીંગમા હાર્દિક કાર્યકર્તાઅો સાથે લાઈવ થયા હતા. તેમેજ ટંકારા પાટીદાર સમાજનુ ગઢ ગણાય છે અને અનામત આંદોલન વખતે પણ એપી સેન્ટર રહ્યુ હતું ત્યારે હાર્દિક જ્યારે એક અઠવાડિયા થી ઉપવાસ આંદોલન છેડ્યુ છે જેને સમર્થન આપવા અને જોમ ઝુસો વધારવા માટે આજે ટંકારાના ચિત્રકૂટ હનુમાનજી મંદિરે આજે પ્રતીક ધરણા અને રામધૂન યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલા જોડાઈ હતી.આ સાથે પાટીદાર સમાજ ના મોભી અને પાસ ના કાર્યકરો તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text