હળવદમાં શીતળા માતાના મંદિરે દર્શનાર્થે ભાવિકો ઉમટી પડયા

- text


હળવદ : શ્રાવણ માસ દરમિયાન આવતા સુદ અને વદની સાતમના દિવસે શિતળા સાતમનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં અનેરો મહિમા હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જ હળવદના પ્રસિધ્ધ શીતળા માતાના મંદિરે વહેલી સવારથી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતા. શિતળા સાતમની પૂર્વ સંધ્યાએ ખાસ કરીને છઠ્ઠના દિવસે ઘેર ઘેર નિત નવા વ્યંજનો બનાવવામાં આવે છે જયારે આ વ્યંજનો શીતળા સાતમ એટલે આજના દિવસે શીતળા માતાજીની પૂજા – અર્ચના કર્યા બાદ ઠંડા જ આરોગવામાં આવે છે.

- text

શ્રાવણ માસ એટલે ઉપાસના અને ઉત્સવનો મહિનો કહેવાય છે કારણ કે આ મહિનામાં આવતા હિન્દુ ધર્મના મહત્વના તહેવારોમાં ભકિત સાથે ઉજવણીનો સંગમ રહેલો છે. ખાસ કરીને આ દિવસોમાં આવતા તહેવારોનું ધાર્મિક મહત્વ વધારે રહેલું છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં ઉત્સાહ અને ભકિતભાવ ભર્યું વાતાવરણ છવાયેલું રહે છે. જેમાં વિશેષ શિતળા સાતમના ફુલેર અને શ્રીફળ માતાજીને ધરાવવામાં આવે છે. ત્યારે હળવદમાં પંચમુખી ઢોરે તથા ગોલેશ્વર મહાદેવના મંદિરમાં શીતળા માતાજીનું પ્રસિધ્ધ મંદિર આવેલું છે. જયાં આજે શિતળા સાતમના પવિત્ર તહેવાર નિમિતે મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ દર્શનનો લાભ લીધો હતો. તો સાથોસાથ શિતળા માતાના મંદિરે વહેલી સવારથી બહેનો દ્વારા પુજા – અર્ચન કરવામાં આવ્યું હતું.

- text