ટંકારાના બ્રહ્મઅગ્રણીએ સેવાકાર્યોથી જન્મદિવસની ઉજવણી કરી

- text


યુવા અગ્રણી પ્રતીક આચાર્ય દ્વારા જરૂરિયાતમંદ બાળકોને નાસ્તો તેમજ હોસ્પિટલમાં સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર અપાયો

ટંકારા : ટંકારાના બહ્મસમાજના યુવા અગ્રણી પ્રતીક આચાર્યએ આજે પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. તેઓએ જન્મદિવસ નિમિતે જરૂરીયાતમંદ બાળકોને તેમજ સિવિલ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓને નાસ્તો તેમજ ખાદ્યચીજો અર્પણ કરી હતી.

ટંકારામાં લાલાના હુલામણા નામથી જાણીતા પ્રતીક આચાર્યનો આજે જન્મદિવસ હતો. તેઓએ જન્મ દિવસની ઉજવણી ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોને નાસ્તા અને ખાદ્યચિજો આપી કરી હતી. આ સાથે તેઓએ સરકારી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર પણ કરાવ્યો હતો.

- text

ટંકારાના પોલીસ મેનના પુત્ર પ્રતિક આચાર્ય સામાજિક ક્ષેત્રે બહોળી પ્રસિદ્ધિ ધરાવે છે સિધ્ધિ વિનાયકના રાજાની મુખ્ય જવાબદારી સાથે જરૂરીયાતમંદની મદદ માટે હંમેશા તત્પર રહેતા લાલભાઈને આજના જન્મ દિવસે તેમના મો નં 9913533185 પર સવારથી જ મિત્રો સ્નેહીઓ અને સામાજિક કાર્યકરો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

- text