વાંકાનેરમાં તહેવારનો માહોલ છવાયો : બજારોમાં ટ્રાફિકજામ

- text


વાંકાનેર : સાતમ આઠમના તહેવારો નજીક છે ત્યારે વાંકાનેરની મુખ્ય બજારોમાં ભારે ભીડ જામતા ટ્રાફિક જામ સર્જાયો હતો, ટ્રાફિક જામને પગલે સ્કૂલથી છૂટતા વાહનો ફસાયા હતા. જોકે પોલીસે ટ્રાફિક ક્લીયર કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેરના મુખ્ય બજાર વિસ્તારમાં માર્કેટ ચોકથી લઈ જિનપરા વિસ્તાર સુધી ઠેર – ઠેર ટ્રાફિક જામ સર્જાતા લોકો અકળાઈ ઉઠ્યા હતા. ખાસ કરીને બપોરે સ્કૂલો છૂટવા સમયે જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જો કે તહેવારો પૂર્વે બજારમાં માનવ મેદની ખરીદી માટે ઊમટતા ટ્રાફિક જામ સર્જાયો હતો.

- text

- text