વાંકાનેરના દલડી ગામે યોજાયેલ સેવસેતુ કાર્યક્રમનો વિરોધ કરતા ગ્રામજનો

- text


દલડી આજુબાજુના ૨૪ ગામોનો રસ્તા પ્રશ્ન ન ઉકેલાતા ગ્રામજનોમાં રોષ

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં ચાલી રહેલા સરકારના સેવા સેતુ કાર્યક્રમમાં આજે દલડી ગામે યોજાયેલ વિવિધ ગામોના લોકો માટેના સેવા સેતુ કાર્યક્રમનો લોકોએ ખુલ્લો વિરોધ કરતા સરકારી બાબુઓને દોડધામ થઈ પડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકામાં સેવા સેતુના ચોથા તબક્કામાં અત્યાર સુધીમાં સફળતાપૂર્વક ૨ કેમ્પ પરિપૂર્ણ કરી આજે દલડી મુકામે ત્રીજા કેમ્પનું આયોજન મામલતદાર હસ્તક કરવામાં આવેલ જેમાં દીઘલીયા, દલડી, સેખરડી, કાશીપર અને ચાંચડીયા ગામ નો સમાવેશ કરવામાં આવેલ હતો.

આ કાર્યક્રમનું બધા ગામના ગ્રામજનોએ સાથે મળી સંમ્પૂર્ણ બહિષ્કાર કર્યો હતો અને એક પણ અરજદાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ નથી ગ્રામજનોના કહેવા મુજબ આ વિસ્તારમાંથી વાંકાનેર જવા માટે વાયા કેરાળા થઈ રસ્તો જતો હોય જેને અંદાજે આઠ મહિનાથી બંધ કરેલ છે અને ૨૪ ગામના ગ્રામજનો આ રસ્તો બંધ થઈ જવાથી વાંકાનેર જવા માટે અંદાજે ૧૦ કિ.મી. ફરીને જવું પડે છે માટે ખેડૂતો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

- text

આ મામલે બધા ગ્રામજનો સાથે મળી અવારનવાર મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર અને કલેકટરને રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ રસ્તો ખોલવામાં આવેલ નથી અને ગામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે માટે જ્યાં સુધી કેરાળાનો રસ્તો ખોલવામાં નહીં આવે ત્યાં સુધી તમામ સરકારી પ્રોગ્રામ નો બહિષ્કાર કરવા ગ્રામજનોએ ખુલ્લી ચીમકી આપતા સરકારી બાબુઓ દોડતા થયા હતા.

- text