હળવદ : રોટેરિયન રાજેન્દ્રસિંહ રાણાનો આજે જન્મદિન

- text


હળવદ : હળવદમાં સેવાના ભેખધારી અને તન મન ધનથી સતત જરૂરતમંદ લોકોને મદદરૂપ બનીને ગરીબોના મસિહા ગણાતા રોટેરિયન રાજેન્દ્રસિંહ રાણાનો આજે જન્મદિન છે.

રાજેન્દ્ર સિંહ રાણા પોતે નિસ્વાર્થ ભાવે રોટરી કલબ સાથે જોડાઈને ખૂબ સાચા ને સારા ભાવથી સામાજીક સેવાકાર્યમાં અવિરત કામ કરી રહ્યાં છે. અસંખ્ય જરૂરતમંદ લોકો ને તેમના કાર્યોથી ખુબજ ફાયદો મળ્યો છે. તેમનું જીવન જાણે સેવામાં જ સમર્પિત થઈ ગયું હોય તેમ સેવાનો ભેખ ધારણકારી સમાજ ઉપયોગી કાર્યો કરી રહ્યા છે. તેઓ હાલ અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ માં હળવદ તાલુકાના પ્રમુખ તરીકે તેમેજ રોટરી ક્લ્બમાં માનદ સેવા આપે છે. તેઓ ધાર્મિક આધ્યાત્મિક સ્વ વિકાસ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. રાજેન્દ્રસિંહ ની પોતાની અંગત મહેનત ખંત ઉત્સાહ ધગશ પ્રામાણિકતા નિસ્વાર્થ ભાવના અને રાત દિવસ જોયા વગર સતત સેવાના ચિંતનથી હળવદની રોટરી કલબ અત્યારે ટૂંકા ગાળામાં દેશ વિદેશમાં ખૂબજ પ્રચલિત અને ખુબજ એકટીવ કલબ તરીકે જાણીતી થઈ છે. તેમની કામગીરી ની આવડત ની કદર કરીને રોટરી ઇન્ટરનેશનલે બેસ્ટ સેક્રેટરી ના એવોર્ડ થી સન્માનિત કરેલ છે. ત્યારે આજે રાજેન્દ્રસિંહ રાણાના જન્મદિવસ નિમિતે તેમને ઠેર ઠેર થી શુભકામનાઓ મળી રહી છે.

- text

- text