મોરબીની નાગડાવાસ તાલુકા શાળામાં નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરાઈ

- text


સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા

મોરબી : મોરબીની નાગડાવાસ તાલુકા શાળામાં નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો માટે દોડ, કબડ્ડી, ખો ખો, વગેરે સ્પર્ધાઓનુ આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા છાત્રોને મહાનુભાવોના હસ્તે પ્રેરક ઇનામો આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં મોરબી જિલ્લાના ડીએસઓ પ્રવિણાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તમામ સ્પર્ધાઓ સિનિયર કોચ પાર્થભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. આ તકે શાળાની બાળાઓએ મેજર ધ્યાનચંદનજી વિશે વક્તવ્ય આપ્યું હતું. શાળાના આચાર્ય રાજેશભાઈએ વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ડે, ખેલ મહાકુંભ, ડીએલએસએસ, ઇન્ટર સ્કૂલ વિશે માહિતી પ્રદાન કરી હતી.

- text

કાર્યક્રમમાં ભોજનનો ખર્ચ પેટાશાળાના શિક્ષકોએ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામના સરપંચનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમમાં પેટા શાળાના ૩૦ જેટલા શિક્ષકો અને ૩૦૦ જેટલા છાત્રો પણ જોડાયા હતા.

- text