વાંકાનેરના મકતાનપર ગામે દેશી બંદૂક સાથે શખ્સ ઝડપાયો

- text


વાંકાનેર : મોરબી એલસીબીએ વાંકાનેરના મકતાનપર ગામેથી દેશી બંદૂક સાથે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીએ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે ખેતરમાંથી ધીરજ ઉર્ફે ધીરો કાળું સારલાને દેશી બનાવટની બંદૂક કિંમત રૂ. ૨ હજાર તથા ખાર, ગંધર્ભ અને છરા સાથે પકડી પાડ્યો હતો. એલસીબીએ આ શખ્સને વાંકાનેર તાલુકા મથકને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text