મોરબી જિલ્લામાં નવી ૭ સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાઇ

- text


મોરબી : મોરબી જિલ્લામાં નવી સાત સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બિન આદિજાતિ વિસ્તારમાં શરૂ કરાયેલી ૮૬ સરકારી માધ્યમિક શાળા પૈકી ૭ અહીં મોરબી જિલ્લામાં શરૂ કરાતા વિદ્યાર્થીઓને સરળતા રહેશે.

- text

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બિન આદિજાતિ વિસ્તારમાં ૮૬ નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ સાત સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે. જેમાં માળિયાના ચીખલી ગામે, મોરબીના પાનેલી ગામે, મોરબીના વનાળિયા ગામે, હળવદના પાંડાતીરથ ગામે, વાંકાનેરના રસિકગઢ, રૂપાવટી અને જાબુંડિયા ગામે સરકારી માધ્યમિક શાળા શરૂ કરવામા આવી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે.

 

- text