મોરબી : એક્ટિવામાં બિયરના ૨૪ ટીન લઈ જતો શખ્સ એલસીબીની ઝપટે ચડ્યો

- text


વધુ બે શખ્સોનું નામ ખુલતા તેની સામે પણ ગુનો નોંધાયો

મોરબી : મોરબીમાં નવલખી ફાટક પાસેથી ૨૪ ટીન બિયર એક્ટિવા પર લઈ જતા શખ્સને એલસીબીએ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નવલખી ફાટક પાસે એલસીબી સ્ટાફે બાતમીના આધારે એક્ટિવમાં જતા બરક્તશા અલીશા શાહમદારને ૨૪ બિયરના ટીન સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં પ્રતીક સુરેશ ત્રિવેદી અને હરદેવસિંહ ભાવુભા જાડેજાના નામો ખુલતા આ બે શખ્સો સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

 

ફાઈલ ફોટો

- text