મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા રોજગાર મારો અધિકાર અભિયાનનો આરંભ

મોરબી : મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રોજગાર મારો અધિકાર અભિયાન અંતર્ગત મોરબી જીલ્લા યુવા કોંગ્રેસની ટીમ દ્વારા મોરબી જીલ્લાનાં બેરોજગાર યુવાનોને રોજગારી અપાવવા અને પોતાનાં હક અપાવવા માટે તેની પાસે ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે. હાલ આ અભિયાન મોરબી જિલ્લામાં પુરજોશમાં ચાલી રહ્યું છે.

યુવા કોંગ્રેસની ટીમ દ્વારા સમગ્ર રાજ્યમાં રોજગાર મારો અધિકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેની શરુઆત મોરબી જીલ્લામાં કરવામાં આવી ત્યારે મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા જીલ્લા યુવા કોંગ્રેસ પ્રભારી અમીતભાઈ પટેલ જીલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી નિતીનભાઈ નાયકપરા મોરબી-માં વિધાનસભા પ્રમુખ , ટંકારા વિધાનસભા પ્રમુખ પરેશભાઈ ઊજરીયા, હસમુખભાઈ પટેલ, શબ્બીરમીંયા બુખારી,રોનકભાઈ પારેખ, સહિતનાં અન્ય સાથી મિત્રોની ઉપસ્થિતીમાં આ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લા યુવા કોંગ્રેસની ટીમ સંપુર્ણ રીતે જીલ્લાનાં છેવાડાનાં ગામો અને શહેરી વિસ્તારમાં બેરોજગાર યુવાનોની નોંધણી માટે તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત નાં સભ્યો નગરપાલીકાનાં સભ્યો ને સાથે રાખીને આ અભિયાન ને સફળ બનાવવા માટે જહેમત ઊઠાવી છે.