મોરબીના એમસર ગ્રુપ દ્વારા ઇ સ્લેબ માસ્ટર પ્રોડકટનું દુબઈમાં કરીના કપૂરના હસ્તે લોન્ચિંગ

- text


બૉલીવુડ સુપર સ્ટાર કરીના કપૂર ખાન બન્યા મોરબીની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર : હયુઝ સાઈઝની વિશિષ્ટ ટાઇલ્સના અજોડ અને બેનમૂન ઉત્પાદનનું એમસર દ્વારા વિદેશનું માર્કેટ સર કરાશે

મોરબી : મોઝેક ટાઇલ્સથી શરૂ થયેલ મોરબીનો ટાઇલ્સ ઉદ્યોગ બદલતા જતા સમયને અનુરૂપ અવનવી પ્રોડકટનું ઉત્પાદન કરી રહ્યો છે, ત્યારે ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટને લક્ષ્યમાં લઈ એમસર ટાઇલ્સ પ્રા. લિમિટેડ દ્વારા પોતાની અદભુત, અજોડ, બેનમૂન અને ભવ્યાતિભવ્ય વિશાળ કદની ઇ – સ્લેબનું લોન્ચિંગ દુબઇ ખાતે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અને બૉલીવુડ સુપર સ્ટાર કરીના કપૂર ખાનના હસ્તે કરવામાં આવ્યું હતું.

સતત નવીન ઉત્પાદનો આપતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં ગ્લેઝ ટાઇલ્સ, સ્પાર્ટેક, વિટરીફાઈડ, ડબલ ચાર્જ, નેનો પોલિસ, થિન ટાઇલ્સ, જીવીટી, પીજીવીટી બાદ હવે સ્લેબ ટાઇલ્સનો નવો કોન્સેપ્ટ શરૂ થયો છે જેમાં ૧ × ૧ મીટર થી વધુ સાઈઝ ધરાવતી ટાઇલ્સનો સમાવેશ થાય છે, એમસર ટાઇલ્સ પ્રા. લિમિટેડ દ્વારા સૌ પ્રથમ વખત અવનવી બેનમૂન ડિઝાઇન, ક્વોલિટી સાથે એ સ્લેબ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે અને યુએઈ દુબઇ ખાતે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર કરીના કપૂર ખાનના હસ્તે પોતાની યુનિક પ્રોડકટનું વિશ્વના ટોચના માંધાતાઓની હાજરીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

- text

એમસર ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડિરેકટર ગૌતમ પટેલે જણાવ્યું હતું કે એમસરે વિશ્વ સમક્ષ ઇ સ્લેબ રૂપે નવીનતમ ઉત્કૃષ્ઠ અને આવનાર ભવિષ્યની નવી પ્રોડકટ રજૂ કરી છે. આવનાર વર્ષમાં હજુ પણ એમસર દ્વારા ઇ સ્લેબમાં વર્લ્ડ વાઇડ મોન્સ્ટર પ્રોડકટ ગ્રાહકો માટે રજૂ કરાશે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે તેઓના મોરબીના આધુનિક પ્લાન્ટમાં અત્યન્ત આધુનિક પદ્ધતિથી ઇ – સ્લેબ બનાવાઈ રહ્યા છે અને યુરોપ, યુએસએ, પેરિસ, રશિયા અને મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં તેમની ઇ સ્લેબની નવી શ્રેણી ખૂબ જ ડિમાન્ડ ધરાવે છે.

દુબઇ ખાતે સમગ્ર વિશ્વના સિરામિક દિગ્ગજોની પ્રેરક ઉપસ્થિતિમાં એમસરના ઇ – સ્લેબ લોન્ચિગ સમયે એમસરના ચીફ મેનેજીંગ ડિરેકટર મી.દિપક પટેલ, એસોસીએટ ડિરેકટર નિલેશ પટેલ, ડિરેકટર જલ્પા ધ્રુવ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. અંતમાં તેઓએ ઉમેર્યું હતું કે ટીમ એમસરની સતત અને અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ આજે ઇ – સ્લેબ કોન્સેપ્ટ વિશ્વ સમક્ષ મૂકી શકાયો છે.

- text