મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સંસ્કૃત દિવસની ઉજવણી

- text


વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ : સ્પર્ધામાં ભાગ લેનાર છાત્રાઓને કરાયા સન્માનિ

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરે સંસ્કૃત સપ્તાહના છેલ્લા દિવસે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

દર શ્રાવણી પૂનમને સંસ્કૃતભારતી દ્વારા સમગ્ર ભારત અને વિશ્વમાં સંસ્કૃત દિવસ તરીકે ઉજવાય છે. તે અંતર્ગત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે શ્રાવણી પૂનમ પહેલાના ૬ દિવસ એટલેકે તા.૨૧ થી ૨૫ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી અને છેલ્લા દિવસે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવ્યો હતો.જેમાં ગીતાઅધ્યાય, શ્લોક પઠન,વદતું સંસ્કૃતમ,વકૃતવ વગેરે સ્પર્ધાનું આયોજન થયું.

- text

આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્કૃત ભારતી મોરબીના સહસંયોજક મયુરભાઈ શુક્લ તેમજ ઉષાબેન પંડ્યા અને હિરેનભાઈ રાવલ હાજર રહ્યા હતા.આ તકે સંસ્કૃતભારતી મોરબી જિલ્લા સંયોજક અને શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

- text