મોરબી પાલિકાની ખાલી પડેલી 7 બેઠકો માટે પેટાચૂંટણીની તારીખ જાહેર

- text


કોંગ્રેસના બાગી સભ્યોને ગેરલાયક ઠેરવતા ખાલી પડેલી બેઠકોની ચૂંટણી યોજાશે : ૨૫મી સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી યોજવાની જાહેરાત

મોરબી : મોરબી પાલિકાના ચાર વોર્ડની 7 બેઠકો માટે આગામી ૨૫મી સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. મોરબી પાલિકામાં કુલ બાવન બેઠકો આવેલી છે. જેમાંથી થોડા સમય પેહલા કોંગ્રેસના બાગી સભ્યોને ગેરલાયક ઠેરવતા ખાલી પડેલી બેઠકોની ચૂંટણી યોજાશે. જોકે આ ચૂંટણીના પરિણામો મોરબી પાલિકાના સત્તાના સમીકરણો બદલાવી શકે તેમ હોવાથી તેમજ આગામી જનરલ ઈલેક્શન પેહલા લિટ્મસ ટેસ્ટ સમાન હોવાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આજરોજ રાજ્યભરની પાલિકાઓમાં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ પેટાચૂંટણીની તારીખ ૨૫ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. જેમાં હાલમાં થોડા સમય પેહલા કોંગ્રેસના 7 બાગી સભ્યોને ગેરલાયક ઠેરવતા ખાલી પડેલી બેઠકોની ચૂંટણી યોજાશે મોરબીના 4 વોર્ડમાં કુલ 7 જેટલી બેઠકોની જગ્યા ખાલી પડેલી છે. જેમાં વોર્ડ નંબર 1, 2, 3 અને 6ની સાત બેઠકો માટે આગામી તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી યોજવામાં આવશે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકાની કુલ બાવન બેઠકો માંથી 32 બેઠકો કોંગ્રેસ પાસે છે અને 20 બેઠકો ભાજપ પાસે હતી. પરંતુ કોંગ્રેસના બાગી સભ્યોએ ભાજપના ટેકાથી સત્તા પલટો કરતા કોંગ્રેસની ફરિયાદ બાદ સત્તા પલટો કરનાર કોંગ્રેસના સાત સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેથી કૉંગેસનું સંખ્યા બળ ઘટીને 25 થઇ ગયું હતું.જોકે તેમ છતાં મોરબી પાલિકામાં કોંગ્રેસ બહુમતીમાં હોવાથી હાલમાં મોરબી પાલિકામાં કોંગ્રેસનું શાસન છે. પરંતુ ખાલી પડેલી સાત સીટોની પેટ ચૂંટણીના પરિણામો ભાજપ વિજય બને તો મોરબી પાલિકાના સત્તાના સમીકરણો બદલી શકે તેમ છે. તેમેજ આ પેટ ચૂંટણીના પરિણામો આગામી જનરલ ઈલેક્શનનું ભાવિ પણ નક્કી કરનાર હોવાથી મોરબીના સ્થાનિક રાજકારણમાં આ પેટ ચૂંટણીની જાહેરાતથી ગરમાવો આવી ગયો છે.

મોરબી પાલિકાની પેટા ચૂંટણીનો કાર્યક્રમ
1) ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થવાની તારીખ : 04-09-18
2) ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ : 10-09-18
3) ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તારીખ : 12-09-18
4) ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ : 14-09-18
5) મતદાનની તારીખ : 25-09-18
6) મતગણતરીની તારીખ : 27-09-18

- text