મોરબીની નવયુગ લો કોલેજના છાત્રોએ એકત્ર કરેલા ફંડનો ચેક જિલ્લા કલેકટરને સોંપ્યો

- text


છાત્રોએ કેરળ પુરપીડિતો માટે રૂ. ૫૧ હજારનું ફંડ એકત્ર કર્યું હતું.

મોરબી : મોરબીની નવયુગ લો કોલેજના છાત્રોએ આજે કેરળના પુરપીડિતો માટે એકત્ર કરેલ રૂ. ૫૧ હજારના ફંડનો ચેક જિલ્લા કલેકટરને સોંપ્યો હતો. સામે કલેક્ટરે પણ વિધાર્થીઓની સંવેદનશીલતાની સરાહના કરી હતી.

- text

મોરબી નવયુગ લૉ કોલેજના વિદ્યાર્થીઓએ કેરળના પુર પિડીતો માટે 51000 રૂપિયાનું ફંડ એકત્ર કર્યું હતું. જેમાં 30 હજાર છાત્રોએ એકઠા કર્યા હતા. અને નવયુગ કોલેજના સંચાલક પી.ડી.કાંજીયા દ્વારા 21 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. આ એકઠા કરવામા આવેલ રૂ. ૫૧ હજારનો ચેક જીલ્લા ક્લેક્ટર આર.જે.માંકડીયાને સોપ્યો હતો જેમા લૉ કોલેજના પ્રિન્સીપાલ ડો હેતલબેન ઉનડકટ,ડો.હિતેશ ઝાલાની આગેવાનીમા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ચેક સોપી પુર પીડીતો માટે પ્રાથના કરી હતી. કોલેજના છાત્રો દ્વારા ફંડ એકઠું કરવાની કામગીરીને જીલ્લા કલેકટર આર.જે.માંકડીયાએ બિરદાવી હતી.

- text