મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં અંધશ્રદ્ધા જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

- text


વિજ્ઞાન સત્યશોધક સભા, સુરત દ્વારા વિજ્ઞાનની અવનવી તકનીકોનું નિદર્શન કરાયું

મોરબી : મોરબીની ક્રિષ્ના સ્કુલ ખાતે આજે બાળકોમાં અંધશ્રદ્ધા અંગેની જાગૃતિ લાવવા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિજ્ઞાનગાથા સત્યશોધક સભા,સુરત દ્વારા વિજ્ઞાનની અવનવી તકનીકીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ચમત્કારોની પોલ ખોલવામાં આવી હતી.

- text

મોરબીની નામાંકીત શાળા ક્રિષ્ના સ્કુલમાં વિજ્ઞાનગાથા સત્યશોધક સભા, સુરત ના સિદ્ધાર્થભાઇ દેગામી દ્વારા બાળકો માટે આજના યુગમાં થતા ઢોંગ-ધતુરને ખુલ્લો પાડતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ બાળકોને અવનવા પ્રયોગો દ્વારા કેવી રીતે ઢોંગી લોકો ખોટી રીતે આપણને છેતરે છે તે બતાવવામાં આવ્યુ હતું. ઉપરાંત હવાના દબાણ દ્વારા જાદુગર કઇ રીતે આપણને જાદુ બતાવે છે તે વિશે જાગૃતી કેળવી હતી. કેમીકલ વડે કઇ રીતે ઢોંગી બાબાઓ ભુત-પ્રેત ભગાડે છે તે પણ બતાવવામાં આવ્યુ અને આજની નવી પેઢીને આવી ખોટી વાતોનો શીકાર ન બનવા માટે જણાવ્યું હતું.

- text