મોરબીમાં નશામાં ધૂત કાર ચાલકને કાયદાના પાઠ ભણાવતા એસપી ડો. કરનરાજ વાઘેલા

- text


સર્પાકારે ચાલતી કાર પર શંકા જતા એસપીએ કારને આંતરી : કાર ચાલક ચિક્કાર નશામાં ઝડપાયો

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા પોતાની કારમાં જતા હતા તે દરમિયાન એક કારચાલક દારૂના નશામાં ધૂત થઈને કાર ચલાવતો હોવાથી એસપીએ તેને જાહેરમાં કાયદાના પાઠ ભણાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગત મુજબ મોરબી એસપી ડો. કરનરાજ વાઘેલા પોતાની કારમાં જતા હતા. આ સમયે નવિનભાઈ માઘવજીભાઈ ગોઘવિયા ઉ.વ. ૪૨ રહે.પંચવટી સોસાયટી, શનાળા રોડ, મોરબી વાળા તેની વોક્સવેગન વેન્ટો કાર નંબર જીજે ૩ ઇઆર ૪૫૯૭ લઈને નીકળ્યા હતા ત્યારે કાર સર્પાકારે ચાલતી હોય એસપી ડો. કરનરાજ વાઘેલા પણ તેની પાછળ હતા આ જોઈને એસપીએ પોસ્ટ ઓફીસ નજીક તેના કારની સાઈડ કાપી આ કારને ઉભી રાખી ચેક કરતા તે કાર ચલાવનાર દારૂના નશામાં ધૂત હતા. જેથી એસપી ડો. કરનરાજ વાઘેલાએ તેને કારમાથી ઉતારી જાહેરમા કાયદાના પાઠ ભણાવ્યા હતા. બાદમા એસપીએ તેની કાર સાથે લઈ જઈને એ ડિવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યૉ હતો.

 

- text