ટંકારા પંથકમાં બનતી મેટલની રાખડીની માત્ર ગુજરાતમાં જ નહીં ભારતભરમાં છે ડીમાન્ડ

- text


ઘરે ઘરે ગૃહ ઉદ્યોગની જેમ કરવામાં આવે છે રાખડીનું પ્રોડક્શન : આ રાખડીઓ પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન, ઓરિસા, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં મચાવે છે ધૂમ

ટંકારા : ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષા બંધન. આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધીને તેની લાંબી ઉમર માટે દુઆઓ કરે છે જો કે, તમને જાણીને નવી થશે કે, મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં ગામડે ગામડે રાખડી બનાવવાની કામગીરી ઘરેઘરે ગૃહ ઉદ્યોગની જેમ કરવામાં આવી રહી છે જેનાથી મહિલાઓને ઘરે બેઠા જ સારી એવી રોજગારી મળી રહે છે અને ટંકારા પંથકમાં બનતી મેટલની રાખડીઓની ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાત સિવાયના દેશના મુંબઈ સહિતના જુદાજુદા રાજ્યોમાં ટંકારાની મેટલની રાખડીની માંગ રહેતી હોય છે

ભારતીય સંસ્કૃતિનું ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પાવન પર્વ એટલે કે શ્રાવણ સુદ પૂનમે આવતી રક્ષાબંધન કે જેને ઘણા લોકો બળેવ પણ કહે છે રક્ષાબંધનના દિવસે દરેક બહેન તેના વ્હાલસોયા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધીને ભાઈની લાંબી ઉમર માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે જો કે, રાખડીમાં પણ હવે અવનવી ડીઝાઈનો આવતી હોય છે જેમાં ખાસ કરીને મેટલની રાખડીઓ આવે છે તેનું ભારતમાં સૌથી મોટું ઉત્પાદન મોરબી જિલ્લના ટંકારા તાલુકામાં કરવામાં આવે છે

- text

ટંકારા તાલુકાના જુદાજુદા ગામોમાં મહિલાઓ દ્વારા બારે મહિના ગૃહ ઉદ્યોગની જેમ રાખડી બનાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યાર બાદ અહી બનતી રાખડીઓને અન્ય રાજ્યમાં મોકલવામાં આવે છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે. આમ સમગ્ર ભારતમાં એક દિવસ જ રાખડી બંધાઈ છે. પરંતુ આ રાખડીઓને બારે માસની મહેનતથી તૈયાર કરવામાં આવી હોય છે. ટંકારા તાલુકાના ગામડે ઘરે ઘરે ચાલતા રાખડી બનાવવાના ગૃહ ઉદ્યોગનું બારે માસ કામ ચાલે છે. રાખડી બનાવવાના આ કામથી અનેક બહેનોને સ્વરોજગારી મળી છે.

ટંકારા તાલુકાની સેંકડો માહિલાઓ આજે મેટલની રાખડીઓનું ઉત્પાદન કરીને સ્વરોજગારી મેળવી રહી છે. વિશેષ વાત તો એ છે કે મહિલાઓ ગૃહિણી તરીકેની ફરજ પણ ઉત્સાહભેર નિભાવે છે. સાથે રાખડી બનાવવાનું કામ કરીને ઘરખર્ચમાં પણ પતિને મદદરૂપ થાય છે. ટંકારા તાલુકાની મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી રાખડીનું પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન, ઓરિસા, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં મોટું માર્કેટ છે.

 

- text