ટંકારા નજીક અજાણ્યા વાહન હડફેટે પ્રૌઢનું મોત

- text


ટંકારા : ટંકારા નજીક મોરબી રાજકોટ સ્ટેટ હાઇવે પર અજાણ્યા વાહન હડફેટે પ્રૌઢનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા નજીક મોરબી રાજકોટ સ્ટેટ હાઇવે પર જબલપુરના પાટિયા પાસે અજાણ્યા વાહન હડફેટે અરજણભાઈ મોહનભાઇ કામરીયાનું મોત નીપજ્યું છે. બનાવ સંદર્ભે મૃતકના ભત્રીજા ચિરાગ પ્રભુભાઈ કામરીયાએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે અજાણ્યા વાહન ચાલાક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text