નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ કેરળ પુરપીડિત માટે ફંડ એકત્રિત કર્યું

- text


મોરબી : મોરબીની નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓએ આજે મોરબીના વિવિધ પોઈન્ટ પર જઈને કેરળ પુર પીડિત માટે માત્ર એક જ કલાકમાં 30 હજાર રૂપિયા જેવી માતબર રકમ એકઠી કરી હતી. આ રકમમાં કોલેજે 21હજારનું યોગદાન આપી કુલ 51 હજાર કેરળના પૂરપીડિતો માટે વિદ્યાર્થીઓએ એકઠા કાર્ય હતા.કેરળમાં આવેલા જળ પ્રલયની ઘટનાના પૂર અસરગ્રસ્તોને મદદ કરવા મોરબી નવયુગ લો કોલેજના સ્ટુડન્ટ દ્વારા માત્ર એક કલાકમાં ૩૦ હજાર જેટલી માતબર રકમ એકઠી કરી હતી. કોલેજના છાત્રોએ રોડ પર વાહનચાલકો પાસે ફંડ ઉઘરાવ્યું હતું. તેમજ સાથે કોલેજના છાત્રોએ પોતાની પોકેટમની માંથી પણ ફંડ માટે નાણાં એકઠા કર્યા હતા. નવયુગ લો કોલેજના પ્રિન્સિપાલ ડો.હેતલબેન ઉનડકટ અને પ્રોફેસર ડો.હિતેશ ઝાલાના માર્ગદર્શન હેઠળ છાત્રોએ આ અભિયાન હાથ ધર્યું હતું. તો મોરબીવાસીઓએ પણ ગજબ માનવતા દાખવી છાત્રોના અભિયાનના ઉત્સાહભરે યથાયોગ્ય યોગદાન આપ્યું હતું. છાત્રો દ્વારા 30 હજાર જેટલું ફંડ એકત્ર કર્યા બાદ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી સંસ્થાના સુપ્રિમો પી.ડી.કાંજીયાના હસ્તે ર૧ હજારતું દાન આપી કુલ ૫૧ હજારની રકમ પુરપીડિતો માટે આપીને માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડી એક પ્રેરણાદાયી કાર્ય કરેલ હતું.

- text

 

- text