હડમતીયામાં પરંપરા મુજબ મહિલાઓએ કરી જીવંતીકા દેવીની ઉપાસના

- text


સંતાનો અને પતિના દીર્ઘાયુષ્ય માટેના જીવંતીકા વ્રતનો અનેરૂ મહાત્મ્ય

હડમતીયા : સ્ત્રીનું જીવન હંમેશા પરોપકારી રહ્યું છે ત્યારે આ વ્રત પણ પોતાના માટે નહી પણ તેના સંતાનો તેમજ પતી માટે જીવંતિકા વ્રત કરે છે પોતે લાલ વસ્ત્રો ધારણ કરી જીવંતિકા માતાજીની પુજા અર્ચના કરી અેક દિવસનો ઉપવાસ કરે છે.

ટંકારા તાલુકાના હડમતિયામા શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી જીવંતિકા માતાજીના આ વ્રતની શરૂઆત થાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી જીવંતિકા માતાજીની તસ્વીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરી અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ગુલાબના લાલ પુષ્પોથી પૂજન કરે છે. ભુદેવ ભરતભાઈ ત્રિવેદી મહિલાઅોને સ્તુતિ-પ્રાર્થના કરાવીને કથા સાંભળાવે છે.

- text

જીવંતિકાદેવીનું પૂજન કરી તેને ધરાવેલો પ્રસાદ દિવસમાં એક જ સમયે આરોગે છે વ્રતના દિવસે અેટલે કે શુક્રવારના રોજ મહિલાઓ માત્ર લાલ વસ્ત્રો જ પહેરે છે.ઘરમાં સુખ-શાંતિ અને પતિના વ્ય્વસાયમાં અડચણ ન આવે તેવા હેતુથી આ વ્રત કરવામાં આવે છે.આ વ્રત કરનાર સ્ત્રીઅોએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરી અને લાલ વસ્ત્રો ધારણ કરી બ્રાહ્મણ પાસે જઈને પુજા અર્ચન કરાવે છે. પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવુ નહીં.

કથા પુરી થયા પછી પાંચ દીવેટોના દીવાથી આરતી ઉતારે છે. ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચે છે અને પોતાના સંતાનોની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરી વ્રતના દિવસે એકટાણું કરવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, આખો દિવસ માના જાપ જપે છે અને જીવંતિકાનું વ્રત કરનાર સ્ત્રીઅોના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી થાય છે.

- text