મોરબીની ઉમા વિદ્યા સંકુલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની ઉમા વિદ્યા સંકુલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિ મતદારો એટલે કે વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલમાં આજરોજ ભાવી મતદારોને માહિતગાર કરવા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ડીઈઓ ઓફીસમાં ફરજ બજાવતા ધાર્મિષ્ઠાબેન દ્વારા વિદ્યાર્થીઓને એક મતનું મૂલ્ય તથા વિદ્યાર્થી જીવનમાં માતા- પિતા પ્રત્યે આપણું શુ કર્તવ્ય હોય તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. અમૂલ્ય સમય આપી હાજરી આપી તે બદલ પ્રિન્સિપાલ સોરીયાએ ધાર્મિષ્ઠાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text