મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓને ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ બનાવવાનો આદેશ

- text


સર્વ શિક્ષા અભિયાનના સચિવે દરેક જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને પાઠવ્યો પરિપત્ર

મોરબી : રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાનના સચિવે મોરબી જિલ્લા સહિત રાજ્યભરના પ્રાથમિક શિક્ષણ અધિકારીને પરિપત્ર પાઠવી દરેક પ્રાથમિક શાળાઓના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ બનાવવાનો આદેશ કર્યો છે.

સોશ્યલ મીડિયાના ઝડપથી ફેલાવાને કારણે તે હવે જીવન જરૂરી વપરાશનું સાધન બની ગયું છે. ત્યારે સરકારી સંસ્થાઓમાં આધુનિક રીતે સુવ્યવસ્થિત રીતે કામગીરી થઈ શકે તે માટે રાજ્ય સરકાર સરકારી સંસ્થાઓમાં સોશ્યલ મીડિયાના ઉપયોગ વિશે આગ્રહી બની છે.

- text

જેથી રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાનના સચિવે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પરિપત્ર પાઠવી ડિસ્ટ્રીકટ પ્રાઈમરી એજ્યુકેશન કચેરી, બ્લોક રિસોર્સ સેન્ટર, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર અને તેના હેઠળ આવતી તમામ પ્રાથમિક શાળાના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ બનાવવાનો આદેશ કર્યો છે.

- text