મોરબીની ઓમવીવીએમ કોલેજના છાત્રોએ પોકેટમનીમાંથી કેરળના પુરપીડિતોને સહાય કરી

છાત્રોએ પોતાની પોકેટમનીમાંથી બચાવેલા રૂ. ૨૧ હજારનો ચેક જિલ્લા કલેકટરને સોંપ્યો

મોરબી : કેરળની સહાય માટે મોરબીની ઓમ વીવીએમ કોલેજના છાત્રોએ આગળ આવીને જિલ્લા કલેક્ટરને રૂ. ૨૧ હજારનો ચેક આપ્યો છે. પોતાની પોકેટમનીમાંથી બચાવેલા પૈસા કેરળ પુરપીડિતોની સહાય અર્થે આપવાના વિદ્યાર્થીઓના આ ઉમદાકાર્યને કોલેજ પરિવારે હર્ષભેર વધાવ્યું છે.

હાલ કેરળ ભયાનક પુરથી અસરગ્રસ્ત છે. ત્યાના પુરપીડિતો માટે ઠેર ઠેરથી સહાયનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજના છાત્રોએ પણ પોતાની પોકેટમનીમાંથી બચાવેલા પૈસા કેરળની સહાય અર્થે ખર્ચ કર્યા છે. કોલેજના વિદ્યાર્થીઓએ રૂ. ૨૧ હજાર એકત્ર કરી આ રકમનો ચેક જિલ્લા કલેકટરને સોંપ્યો છે. કોલેજના પ્રોફેસર માકડીયા, સંચાલક સુમનભાઈ સહિતના કોલેજ પરિવારે વિદ્યાર્થીઓના આ સેવાકાર્યને બિરદાવ્યું છે સાથે ભવિષ્યમાં પણ આ રીતે જ વિધાર્થીઓ ઉમદાકાર્ય કરતા રહે તેવી પ્રેરણા પણ પુરી પાડવામાં આવી છે.