મોરબી ક્રાઇમ ડાયરી (22-08-2018)

- text


 

1) મોરબી રફાળેશ્વરમાં જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી : મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા (૧) ગણપતભાઇ ઉર્ફે ધનાભાઇ સવસીભાઇ ભીમાણી, ઉ.વ.૩૦ રહે.રફાળેશ્વર ગામ ખોડીયાર મંદીર પાસે તા.જી.મોરબી (૨) સુરેશભાઇ પ્રભુભાઇ સુરેલા, ઉ.વ.૨૯ રહે. રફાળેશ્વર ગામ ખોડીયાર મંદીર ની બાજુમાં તા.જી.મોરબી (૩)રમેશભાઇ કાળુભાઇ સારલા, ઉ.વ.૨૮ રહે. રફાળેશ્વર ગામ તા.જી.મોરબી (૪)અકબરભાઇ મોમદભાઇ મુલ્લા, ઉ.વ.૨૦ રહે.રફાળેશ્વર ગામ ખોડીયાર મંદીર પાસે તા.જી.મોરબી મુળરહે. સુરજબારી ગામ તા.ભચાઉ જી.કચ્છ-ભુજ (૫)યુસુફભાઇ ઇબ્રાહીમભાઇ મોવર, ઉ.વ.૧૯ રહે. રફાળેશ્વર ગામ ખોડીયાર મંદીર ની બાજુમાં તા.જી.મોરબી મુળ રહે. માળીયા મીયાણા વાંઢ વિસ્તાર જી.મોરબી (૬ હનીફભાઇ ઇસાકભાઇ જામ, ઉ.વ.૨૦ રહે. રફાળેશ્વર ગામ ખોડીયાર મંદીર ની બાજુમાં તા.જી.મોરબી મુળ રહે.માળીયા મીયાણા જી.મોરબી (૭)અજયભાઇ ભુપતભાઇ પરમાર, ઉ.વ.૨૪ રહે.રફાળેશ્વરગામ તા.જી.મોરબીવાળાને રોકડા રૂ.૫૧૪૦/- સાથે ઝડપી લઈ ગુન્‍હો નોંધ્યો હતો.

2) મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં બે જુગારી પકડાયા
મોરબી : મોરબી સીટી બી – ડિવિઝન પોલીસે ત્રાજપર ખારી વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા (૧)ચંદુભાઇ સિધ્ધિભાઇ વદદરીયા, ઉવ ૫૨ રહે ત્રાજપર ખારી સ્કુલની સામે અને (૨)દિલીપભાઇ સુસરંગભાઇ ઠાકોર, ઉવ ૪૨ રહે કુબેર ટોકીઝ પાસે ઢાર પર જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ ૧૫૬૦૦ કબ્જે કર્યા હતા.

3) ટંકારાના ટેક્ષટાઇલ્સ કારખાનામાં ગરમ વરાળ લાગતા શ્રમિકનું મોત
ટંકારા : ટંકારા નજીક ટેક્ષટાઇલ્સ કારખાનામાં ગરમ વરાળ લાગતા એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાની લજાઈ ચોકડી પાસે આવેલા વેલી ટેક્ષટાઇલ્સ કારખાનામાં કામ કરતા રાજેશભાઇ ધનજીભાઈ ઢેઢી ઉ.વ.૩૮ ડાઇંગનું ઢાંકણું ખોલવા જતા ગરમ વરાળ લાગી ગઈ હતી. આ બનાવમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તાત્કાલિક તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરી દિધા હતા. બનાવ સંદભે ટંકારા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

4) મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી વિસ્તારમાં જુગારના અડ્ડા પર દરોડો પાડી જુગાર રમતા પાંચને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી વિસ્તારમાં જુગારના અખાડા પર દરોડો પાડી જુગાર રમી રહેલા (૧) શંકરભાઇ ઉર્ફે શંકો પરસોતમભાઇ કગથરા ઉ.વ.૩૬ રહે.મોરબી કબીર ટેકરી (૨) વિશાલભાઇ રતિલાલભાઇ અગેચણીયા, ઉ.વ.૨૨ રહે.મોરબી કબીર ટેકરી(૩) સુનિલભાઇ ઉર્ફે શનકો અમરશીભાઇ અગેચણીયા, ઉ.વ.૨૫ રહે.મોરબી કબીર ટેકરી શેરીનં.૫ (૪) વિજયભાઇ ઉર્ફે ઉંદર રમેશભાઇ અગેચણીયા, ઉ.વ.૨૦ રહે.મોરબી કબીર ટેકરી અંર (૫) હરેશભાઇ વીરજીભાઇ ડોડીયા ઉ.વ.૨૯ રહે.મોરબી કબીર ટેકરી શેરીનં.૫ વાળાને જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમતા ઝડપી લઈ કુલ રોકડા રૂ-૫૫૨૦/- ના મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

5) મોરબીના વનાળિયા ગામેથી પાંચ જુગારી ઝડપાયા
મોરબી : મોરબી તાલુકા પોલીસે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમ્યાન વનાળિયા ગામેથી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ એમ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન વનાળીયા ગામમાં મસ્જીદ પાસેના ખુલ્લા ચોકમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે જાહેરમાં ગંજીપતા વડે હારજીતનો તીનપતીનો જુગાર રમાતા (૧) સુખદેવસિંહ બળવંતસિંહ જાડેજા ઉવ.૪૭ (૨) જુમાભાઇ સલેમાનભાઇ સુમરા (૩) યુનુસભાઇ હાજીભાઇ સુમરા (૪) હાજીભાઇ ઇસાભાઇ સુમરા (૫) દિલિપભાઇ ગુલાબચંદ દોશી નામના આરોપીઓ કુલ રોકડા રૂ.૧૫૭૦૦ પકડાઈ ગયા હતા. દરોડાની આ કામગીરી એએસઆઇ મહિ૫તસિંહ જાડેજા તથા પો.કોન્સ.અશોકભાઇ ખાંભરા, અમિતભાઇ વાસદડીયા, કિર્તીસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા તથા ઉજવલદાન ગઢવી સાહિતનાઓએ કરી હતી.

6) હળવદના પ્રતાપગઢમાંથી ચાર જુગારી ઝડપાયા
હળવદ : હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં આવેલી વાડીએ પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર નબીરાઓને ઝડપી લઈ રૂપિયા ૪૨, ૧૮૦ ની માલમતા જપ્ત કરી હતી. જીલ્લા પોલીસ અધીક્ષક મોરબી ડો.કરનરાજ વાઘેલાની સુચના તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ પ્રોહી -જુગાર અનુસંધાને વધુમા વધુ કેસો શોધી કાઢવા પ્રોહિ-જુગારને સદંતર ડામવા સુચના મળતા પો.ઇન્સ. એમ. આર. સોલંકીની સુચના મુજબ પીએસઆઇ પી.જી.૫નારા, પો.કોન્સ હરપાલસીંહ, સંજયભાઇ તથા ભાવેશભાઇ ડાંગર સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન ચરાડવા વિસ્તારમા પ્રતાપગઢ ગામની ની સીમમાં અશોકભાઇ કરશનભાઇ પટેલ ની વાડીમાં ઓરડીની બહાર ઓટા ઉપર લેમ્પના અજવાળે પૈસા પાનાવતી પૈસાની હાર જીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમતા ચાર પતપ્રેમીઓને મોબાઇલ નંગ-૩ સહિત કુલ રૂ.૪૨૧૮૦/ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જુગાર રમતા પકડાઇ ગયેલા ચારેય આરોપીઓ વિરૂધ્ધ હળવદ પોલીસે જુગાર ધારા કલમ ૧૨ મૂજબનો ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

7) મકનસર નજીક ટ્રેલરે બાઈને ઠોકર મારતા બેને ઇજા
મોરબી : મકનસર નજીક ટ્રેલરે બાઈને ઠોકર મારતા બાઈક સવાર યુવાન સહીત બેને ઇજા પહોંચી છે. અકસ્માત અંગે ફરિયાદી માવજીભાઈ ધનજીભાઈ કંઝારિયાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તે પોતાના બાઈક નં જીજે 03 ડીએ 5405 લઈને જતા હતા ત્યારે મકનસર નજીક એક્સેલ સીરામીક પાસે પહોંચ્યા ત્યારે પુરપાટ વેગે દોડતા ટ્રેલર નં આજે 52 જીડી 2641 ના ચાલકે પાછળથી બાઈકને ઠોકર મારતા બાઈક સવાર ફરિયાદી માવજીભાઈ કંઝારિયા અને તેની સાથે સવાર અન્ય એક એમ બેને ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી છે તાલુકા પોલીસે અકસ્માત બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

8) ટંકારા નજીક ટ્રક-બોલેરો કાર વચ્ચે અકસ્માત
ટંકારા : મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા નજીક ગત રાત્રીના ટ્રક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટંકારા નજીક આવેલ આર્ય વિધાલય પાસે ગત રાત્રીના ટ્રક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત ની જાણ થતા જ ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતમાં ઈજાગ્રસ્ત  વ્યક્તિને ઈજાઓ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં તજવીજ હાથ ધરી હતી.

- text