હળવદ પોલીસે શકિતનગર પાસેથી ટેન્કરમાં છુપાવેલો અડધા કરોડનો દારૂ ઝડપ્યો

- text


અંદાજે ૪પ૦ પેટી અંગ્રેજી દારૂ સાથે એક ટેન્કર ચાલકને પણ દબોચી લેવાયો : દુધના ટેન્કરમાં અંગ્રેજી દારૂની થતી હતી હેરાફેરી

હળવદ : હળવદ નજીક શકિતનગર ગામ પાસેથી હળવદ પોલીસે આજે બપોરના દારૂ ભરેલા દુધના ટેન્કરને ઝડપી લીધું હતું. ટેન્કરમાં અંદાજે ૪પ૦ જેટલી અંગ્રેજી શરાબની પેટીનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ ટેન્કર ચાલકને પણ ઝડપી લેવાયો છે.

- text

જાણવા મળતી માહિતી મુજબ હળવદ પોલીસ મથકના પી.આઈ. એમ.આર.સોલંકીને મળેલ ચોક્કસ બાતમીના આધારે આજે બપોરના તાલુકાના શકિતનગર ગામ નજીક દુધના ટેન્કરમાંથી મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. ઝડપાયેલ દારૂ અને ટેન્કરની કિ.રૂ.અંદાજે પ૦ લાખ આંકવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા ટેન્કરમાં રહેલ દારૂની ૪પ૦ જેટલી પેટીને પોલીસ લાઈનમાં ઉતારવાની કામગીરી કરાઈ રહી છે.

સાથે ટેન્કર ચાલકને પણ દબોચી લઈ આટલો મોટો દારૂ કયાંથી આવ્યો ? અને કયાં લઈ જવાનો હતો ? તેની કડક પુછપરછ કરાયા બાદ વધુ વિગતો બહાર તેવી શકયતાઓ સેવાઈ રહી છે.જયારે બીજી તરફ હળવદ પંથકમાંથી આટલો મોટો વિદેશી દારૂ ઝડપાયોનો પ્રથમ બનાવ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

 

- text