મોરબીના ઉદ્યોગકારો માટે ઉદ્યોગને વિકસાવવાની અનેરી તક : ડો. વિવેક બિન્દ્રાનો લીડરશીપ ફનલ પ્રોગ્રામ

મુંબઇ અને દિલ્હીના ૧૪૦૦ ઉદ્યોગપતિઓને સફળ બનાવ્યા બાદ ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે પ્રોગ્રામનું આયોજન

૬ મહિનાનો ઇ લર્નિંગ પ્રોગ્રામ : ઉદ્યોગ, વેપાર કે પ્રોફેશનને લગતા તમામ પ્રશ્નોનું મળશે નિરાકરણ : ૨૯મીથી પ્રોગ્રામ શરૂ થશે : મોરબીના ઉદ્યોગકારો માટે અતિ ઉપયોગી સાબિત થશે આ પ્રોગ્રામ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : ગુજરાતમાં સૌ પ્રથમ વાર રાજકોટ ખાતે ડો. વિવેક બિન્દ્રાના લીડરશીપ ફનલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ ઉદ્યોગને વિકસાવવાની એક અનેરી તક પ્રદાન કરશે. ૬ મહિના સુધીના આ ઇ લર્નિંગ પ્રોગ્રામમાંથી ઉદ્યોગકારોને તેમના તમામ પ્રશ્નોનું નિરાકરણ મળી જશે. સાથે ઓછી મહેનતે ટોચનુ સ્થાન બનાવવા માટે અતિ મહત્વના સૂચનો પણ મળશે. મોરબીના ઉધોગપતિઓ માટે અતિ ઉપયોગી એવા આ પ્રોગ્રામનો ૨૯મીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.

મોરબીના ઉદ્યોગકારો માટે તેમના ઉદ્યોગને વિકસાવવાની અનેરી તક આવી રહી છે. એટ ઓન ટોઝ ઇવેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે લીડરશીપ ફનલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. લીડરશીપ ફનલ એ ઇ લર્નિંગ સાથેનો ૬ મહિનાનો રિવોલ્યુશનરી પ્રોગ્રામ છે. પ્રોગ્રામમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર તેમજ બિઝનેસ કોચ ડો. વિવેક બિન્દ્રાના પાંચ સેશન્સ યોજાશે. જેમાં પ્રથમ ત્રણ સેશન્સ આગામી તા. ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટના રોજ સવારે ૯ થી સાંજે ૭ સુધી યોજાશે.

એટ ઓન ટોઝ ઇવેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા અગાઉ મુંબઇ અને દિલ્હીમાં આ પ્રકારના ૧૪ પ્રોગ્રામ યોજાઈ ચુક્યા છે. કુલ ૧૪૦૦ જેટલા ઉદ્યોગપતિઓએ આ પ્રોગ્રામમાંથી મહત્વની ચાવીઓ મેળવીને પોતાના ઉદ્યોગને હરણફાળ ભરાવી છે. ડો. વિવેક બિન્દ્રા સાથેના પ્રથમ ત્રણ સેશન્સમાં લાઈવ પ્રશ્નોતરી કરી શકાશે. જેમાં ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. ત્યાંરબાદ ૬ મહિના સુધી ઇ લર્નિંગ ચાલશે. જેમાં દર અઠવાડિયે શુક્રવારે ફ્રેમ વર્ક કરવાનું રહેશે. આ દરમિયાન એક પર્સનલ કોચ ફાળવવામાં આવશે. જે ઉદ્યોગપતિઓ સાથે ફોન મારફતે સંપર્કમાં રહીને માર્ગદર્શન પુરૂ પાડતા રહેશે. પછી ૬ મહિના બાદ ડો. વિવેક બિન્દ્રાના ફરી બે દિવસના સેશન્સ યોજાશે.

કેવી રીતે રેડ ઓસીયન અને બ્લુ ઓસીયન માર્કેટને પાર કરશો ? કેવી રીતે રેડ ઓસીયનની સ્ટ્રેટેજી વચ્ચે તમારી જાતને જુદી પાડશો ? સ્પર્ધાના આ સમયમાં કેવી રીતે અયોગ્ય માર્કેટીંગ પદ્ધતિથી બચશો અને વચ્ચે આવશે તો એનાથી કેવી રીતે કંપનીને દૂર કરશો ? ખોટી માંગ અને અયોગ્ય રીતને પાર કરવા માટે શુ કરશો ? નવી જરૂરિયાત ઉભી કરવા અને તેને પુરી પાડવા માટેની સ્ટ્રેટેજી કેવી રીતે બનાવશો ? માર્કેટમાં જરૂરિયાત ઉભી કરવા માટે શું કરવી જોઈએ ? ઇન્ડસ્ટ્રી તમારી અવગણના ન કરે એવુ સ્થાન કેવી રીતે બનાવવું ? માર્કેટ લીડર બનવા કઈ દિશામાં ચાલવું ? વગેરે મહત્વની ચાવીઓ આ પ્રોગ્રામ મારફતે પુરી પાડવામાં આવશે.

એક બેચમાં ૧૦૦ જેટલા લોકોને પ્રવેશ આપવામાં આવશે. આ પ્રોગ્રામ ઉધોગપતિઓ ઉપરાંત એમબીએ, સેલ્સપર્સન, સીએ, એડવોકેટ, વેપારીને પણ ખૂબ મદદરૂપ થશે. હાલ ઉદ્યોગોમાં હરીફાઈ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. તેમા પણ મંદી જેવી સ્થિતિ છે. ત્યારે બિઝનેસને લેન્ડમાર્ક બનાવીને ઇન્ડસ્ટ્રીમાં લેજેન્ડરી સ્થાન મેળવવા માટે આ પ્રોગ્રામ ખૂબ ઉપયોગી નીવડશે. મોરબીના ઉદ્યોગને અતિ ઉપયોગી એવા આ પ્રોગ્રામ અંગેની વિશેષ માહિતી મેળવવા તેમજ રજીસ્ટ્રેશન કરાવવા માટે મો.નં. ૯૬૩૮૯ ૧૯૧૯૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.