મોરબી : પ્રસુતિ પહેલા અને પછીની સારસંભાળ અંગેની માહિતી આપતો સેમનાર યોજાયો

- text


ગાયનેક સોસાયટી તથા એસોશિયેસન ઓફ પિડીયાટ્રીક્સ આયોજિત સેમિનારનો બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો

મોરબી : મોરબી ગાયનેક સોસાયટી તથા એસોશિયેસન ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા પ્રસુતિ પહેલા અને પ્રસુતિ પછીની સારસંભાળ અંગે વિનામૂલ્યે સેમિનાર યોજાયો હતો. બહોળી સંખ્યામાં મહિલાઓએ આ સેમિનારમાં ભાગ લઈને વિશેષ માહિતી મેળવી હતી.

દરેક સગર્ભા સ્ત્રીઓ તેમજ તેમના પરિવારજનોના મન મા પ્રસુતિ અંગે વિવિધ પ્રશ્નો ઉદભવતા હોય છે તે ઉપરાંત ઘણી બધી ગેરમાન્યતાઓ પણ સમાજ મા પ્રવર્તે છે ત્યારે મોરબી ગાયનેક સોસાયટી તેમજ એસોશિયેશન ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા એપલ હોસ્પીટલ ખાતે પ્રસુતિ પહેલા અને પ્રસુતિ બાદ કઈ કઈ કાળજીઓ તેમજ સારસંભાળ રાખવી તે અંગે વિશેષ સેમિનાર નુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ સેમિનાર મા ગર્ભાવસ્થા દરમિયાન ની સારસંભાળ, ગર્ભસંસસ્કાર, પ્રસુતિ ની પીડા, પ્રસુતિ તેમજ સિઝેરીયન સેક્શન, પ્રસુતિ બાદ ની સંભાળ તેમજ સ્તનપાન ના મહત્વ, નવજાત શિશુ ની સારસંભાળ વગેરે વિશે નિષ્ણાંત તબિબો દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. જેમા બહોળી સંખ્યામા લોકો એ ભાગ લીધો હતો.

- text

આ સેમિનારમા ડો. દેવિનાબેન, ડો. ભાવનાબેન, ડો. જયેશ પનારા, ડો. દર્શની કડીવાર, ડો. હીના મોરી, ડો. તેજશ પટેલ, ડો. મનિષ સનારીયા સહીતના નિષ્ણાંત તબિબોએ માર્ગદર્શન આપ્યુ હતુ.

- text