મોરબીની ન્યુ એરા પબ્લીક સ્કુલના વિદ્યાર્થીઓ આઇઆઇએમ અમદાવાદની મુલાકાતે

- text


ધો. ૧૧ અને ૧૨ના કોમર્સના વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ સહિતના વિષયો પર મેળવ્યું વિશેષ માર્ગદર્શન

મોરબી : વિદ્યાર્થીઑમાં રહેલી આંતરિક સુઝ અને જ્ઞાનને વ્યવહારીક જીવનમાં ઉપયોગી બની રહે, બદલાતા જતાં સમયના પ્રવાહમાં પ્રવાહિત થઈ શકે તેવી સમજણ કેળવાય તેવા શુભ હેતુસર મોરબીમાં આવેલી પોતાની આગવી ઓળખ ધરાવતી અંગ્રેજી માધ્યમની ન્યુ એરા પબ્લીક સ્કુલના ધો. ૧૧ અને ૧૨ના કોમર્સનાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ અમદાવાદમાં આવેલી ભારતની ખ્યાતનામ મેનેજમેન્ટ કોલેજ આઇઆઇએમની મુલાકાત લીધી હતી.

- text

વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ વિષય તથા કારકિર્દી ઘડવામાં ઉદભવતાં પ્રશ્નોનો ઉકેલ આ મુલાકાતમાં મળ્યો હતો. આ સાથે કોમર્સનાં વિદ્યાર્થીઓને કોમર્સનું ખરૂં મહત્વ સમજાયું હતું. આઇઆઇએમ ઇન્સ્ટિટયૂટ દ્વારા ભવિષ્યમાં સ્કુલના વિધાર્થીઓને ત્યાં રહિ અને પ્રોજેક્ટમાં ભાગ લેવાનો અવસર પણ તેઓ તરફથી મળશે. જેનું યુ એરા પબ્લીક સ્કુલના રટાફને તો ગૌરવ છે પણ આ ગૌરવ મોરબી શહેરના લોકોને પણ થવું જ જોઈએ. કારણ કે આ મોરબીની પ્રથમ સ્કૂલ જેણે ધો.૧૧ તથા ૧૨ના કોમર્સના વિદ્યાર્થીઓને પોતાની ઉજજવળ કારકીર્દિ અને આઇઆઇએમ જેવી સંસ્થા સાથે જોડવા માટેનો ખુબ જ પ્રગતિશીલ માર્ગ ચીઘ્યો છે.

- text