મોરબીમાં બુધવારે ફોટો અને વિડીયોગ્રાફરના તેજસ્વી સંતાનોનો સન્માન સમારોહ

- text


ફોટો વિડીયો એસો. આયોજિત સમારોહમાં અધિક કલેક્ટર કેતન જોશી અને મામલતદાર નયનાબેન રાવલ વિદ્યાર્થીઓને સન્માનશે

મોરબી : મોરબી ફોટો-વિડીયો એસો દ્વારા આવતીકાલે બુધવારના રોજ ત્રિમંદીર ખાતે ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરના તેજસ્વી સંતાનોનો સન્માન સમારોહ યોજાશે. જેમાં અધિક કલેક્ટર કેતનભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

- text

મોરબીના નબલખી રોડ પર આવેલા ત્રી મંદિર ખાતે કાલે તા. ૨૨ને બુધવારે સાંજે ૪ થી ૯ કલાક દરમિયાન ફોટો વીડિયો એસો. દ્વારા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરના તેજસ્વી સંતાનોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ફોટો-વિડીયો એસો દ્વારા આયોજિત સન્માન સમારોહમાં અધિક કલેકટર કેતન જોષી અને મામતલદાર નયનાબેન રાવલના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે સમારોહને સફળ બનાવવા માટે એસો.ના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.

- text