હળવદના ઈંગોરાળા નજીક બિયરના ૪૮ ટીન સાથે એક શખ્સ ઝડપાયો

- text


પોલીસે રૂ. ૩૮ હજારનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

હળવદ : ગત મોડી રાત્રીના હળવદના રણકાંઠા નજીક આવેલા ઈંગોરાળા ગામ પાસે ૪૮ નંગ બિયરના ટીન સાથે એક શખ્સ હળવદ પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી રૂ.૩૮,૮૦૦ના મુદામાલ સાથે જેલ હવાલે કર્યો હતો.

પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસથી બચવા બુટલેગરો મોડી રાત્રીના દારૂની હેરાફેરી કરતા હોય છે. ત્યારે પી.આઈ. એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ ગંભીરસિંહ ચૌહાણ, વિજયદાન ગઢવી, પંકજભા ગઢવી સહિતનાઓએ ચોક્કસ બાતમીના આધારે ગત રાત્રીના એક વાગ્યાના અરસામાં મયાપુર જવાના રસ્તા પરના નાળા પાસે બ્રિજરાજસિંહ ગિરીરાજસિંહ ઝાલા (રહે.ઈંગોરાળા)ને ૪૮ નંગ બિયર સાથે ઝડપી લેતા આરોપીના હોંશ ઉડી ગયા હતા.

- text

હળવદ પોલીસે ૪૮ નંગ બિયર કિ.રૂ.૪,૮૦૦, એક મોબાઈલ કિ.રૂ.૪,૦૦૦ તેમજ એક મોટર સાયકલ રૂ.૩૦ હજાર મળી કુલ રૂ.૩૮,૮૦૦ના મુદ્‌ામાલ સાથે આરોપીને હળવદ પોલીસ મથકે લાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ પંથકમાં જુગાર અને દારૂની બદીને નાબુદ કરવા પી.આઈ. એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગાર પર દરોડા પાડી ગુનાહિત પ્રવૃતિઓ કરતા તત્વો પર હળવદ પોલીસ તુટી પડી છે. કોઈની પણ શેહશરમ રાખ્યા વિના ગેરપ્રવૃતિ કરતા તત્વો પર આકરી કાર્યવાહી કરાઈ રહી છે. જેના કારણે જુગારીઓ અને બુટલેગરોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે.

 

- text