ટંકારાના છાપરીથી ગાયત્રીનગર સુધીના રોડ પરના મસ મોટા સ્પીડબ્રેકર અંતે હટાવાયા

- text


જિલ્લા પંચાયતના મહેશ રાજકોટિયાએ જરૂરી સૂચનો કરીને તાત્કાલિક સ્પીડ બ્રેકર હટાવવાની કામગીરી કરાવી
ટંકારા : ટંકારાના છાપરીથી ગાયત્રીનગર સુધીના ૫૦૦ મિટરના રોડ પર મુકવામાં આવેલા મસમોટા સ્પીડબ્રેકરના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદ મળતા જિલ્લા પંચાયતના મહેશ રાજકોટિયાએ તુરંત સૂચના આપીને આ સ્પીડબ્રેકર હટાવવાની કામગીરી કરી હતી. અંતે સ્પીડ બ્રેકર હટી જતા વાહનચાલકો રાહત અનુભવી રહ્યા છે.

ટંકારાના છાપરીથી ગાયત્રીનગર સુધીનો ૫૦૦ મિટરનો રોડ પહેલાથી વિવાદમા સપડાયો છે. ત્યારે જીલ્લા પંચાયતના મહેશ રાજકોટીયાએ પોતાની દેખરેખ હેઠળ આ કામને સખ્તી થી કરાવીને કોન્ટ્રાક્ટરને સુચનાઓ આપી હતી. પરંતુ આ રોડ ઉપર મસ મોટા સ્પિદબ્રેકર મુકી દેવાતા નાના મોટા વાહનોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જયારે મોટર વાહનોના તળિયા આ સ્પીડબ્રેકરને અડી જતા હોય તેવી ફરીયાદ મહેશભાઈને થતા તાત્કાલિક આ રોડ ઉપર થી સ્પિડબ્રેકર દુર કરવાની સુચના આપી દીધી હતી અને આજે જ આ સ્પીડ બ્રેકરને ઉખેડી ફેકવામાં આવ્યા હતા. જેથી રાહદારીઓ અને વાહનચાલકોએ રાહત અનુભવી છે.

- text

મહેશ રાજકોટીયા રાજકારણની દુનિયામા ઈમરજન્સી કાર્યવાહી માટે જાણીતા છે. ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી કામની કડક સુચના આપી નિષ્ઠાભેર પોતાની નિગરાની હેઠળ કામ કરાવતા પ્રજાના પ્રતિનિધિ બહુ ઓછા હોય છે ત્યારે સામાન્ય નાગરિક જ્યારે પણ રજૂઆત કરે કે તુરંત ઉકેલ માટે કટીબદ્ધ રહેતા રાજકોટીયાની આવી કામગીરીની ચોમેર પ્રસંશા થઈ રહી છે અને રોડ ઉપર થી મોટુ અડચણ દુર થયુ હોય તેમ વાહન ચાલકોમા હરખ વ્યાપયો છે.

- text