ટંકારા : એક સાથે બે સ્વયંભૂ શિવલિંગ ધરાવતું અતિ પૌરાણિક કુબેરનાથ મહાદેવ મંદિર

- text


શ્રાવણ મહિનામાં દરરોજ હજારોની સંખ્યામાં ઉમટે છે ભાવિકો : દર શ્રાવણ માસના અંતે અહીં ભંડારાનુ આયોજન થાય છે

ટંકારા : સમગ્ર જગતને મહાન સામાજીક ક્રાંતિકારી સંત મહષિઁ દયાનંદ સરસ્વતિ જેવા ૠષિની ભેટ આપનારા ટંકારા શહેરના મુખ્ય પ્રવેશદ્વારની બહાર જુના બસસ્ટેશન નજીક આવેલ અતિ પૌરાણિક હજારો વષઁ જુના કુબેરનાથ મહાદેવ મંદિરે શ્રાવણમાસમા ભાવિક ભકતોની ભીડ જામે છે.આ મંદિરની વિશેષતાઍ છે કે,ઍકજ પટાંગણમા ઍકી સાથે બબ્બે સ્વયંભુ શિવલીંગ આવેલી છે.જેમા ઍક કુબેરનાથ તો બીજા સુખનાથ મહાદેવ તરીકે પ્રસિધ્ધ થયા છે.
ટંકારા શહેરની ભૌગોલિક રચના પ઼માણે શહેરના મુખ્ય પ્રવેશદ્વારની બહાર ડેમી નદીના કાંઠે બસસ્ટેશનમા આવેલ કુબેરનાથ મહાદેવનુ અતિપૌરાણીક હજારો વષઁ જુનુ ભોળાનાથનુ મંદિર આવેલુ છે.આ મંદિરની વિશેષતાઍ છેકે,ઍક જ પરીસરમા બબ્બે સ્વયંભુ શિવલીંગ આવેલ છે.જેમા ઍક કુબેરનાથ મહાદેવ અને બીજા સુખનાથ મહાદેવ તરીકે પ્રસિધ્ધ થયા છે. સમગ્ર વિશ્વને મહાન સામાજીક ક્રાંતિકારી સંત મહષિઁ દયાનંદ સરસ્વતિની જગતને ભેટ મળી છે.જે કુબેરનાથની દેન હોવાનુ ભાવિકજનો શ્રધ્ધા પૂર્વક કહે છે.

- text

શ્રાવણ માસના અંતે આખો માસ શિવજીની ભક્તિ કરનારા ભકતજનો સાથે મળીને ભોળાનાથનો ભંડારો યોજે છે.જેમા સેવકગણ દ્વારા મહાઆરતી,રાજભોગના દશઁનના કાયઁક઼મના અંતે સમુહ પ્રસાદ મંદિરમા બેસીને ગ્રહણ કરવાની વડીલો પાર્જિત પરંપરા આજે પણ નિભાવાય છે.હાલ મંદિરની સેવાપુજા ગોસાઈ પરીવારના સભ્યો કરે છે સમય જતા સુખનાથ મહાદેવ મંદિરનો જીણોઁધ્ધાર મોરબીના બ્રહ્મદાતાના યોગદાનથી કરવામા આવેલ છે.જયારે કુબેરનાથ મંદિર આજે પણ પુરાણી અવસ્થામા અકબંધ છે.

અહિયા શિવભકતો બારે માસ ભક્તિ કરે છે.તેમાયે શ્રાવણમાસમા ભકતોની ભારે ભીડ જામે છે.કુબેરનાથને ઈષ્ટદેવ તરીકે પુજતા બ્રહ્મસમાજના પ઼મુખ હષઁદભાઈ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે ભોળાનાથને ખરા હ્યદયભાવથી શ્રાવણમાસમા માત્ર જલાભિષેકથી ભજવામા આવેતો ત્રિલોકનાથ જરૂર તેનો સ્વિકાર કરીને રીઝે છે.અને ભકત ઉપર કૃપા ઉતરે છે.જેના અનેક દાખલા મોજુદ છે.

- text