મોરબી : આરએસએસની ઘુંટુ શાખા દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ

- text


એકત્ર થયેલું ૧૧૦ યુનિટ રક્ત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓના લાભાર્થે અપાશે

મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી તાલુકા ઘુંટુ શાખા દ્રારા સેવા સપ્તાહ નિમિતે રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ૧૧૦ યુનિટ રક્ત એકત્ર થયું હતું. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે મોરબી માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર તથા ઘુંટુ ગામ સહકારી મંડળીના પ્રમુખ પરસોત્તમભાઈ કૈલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ તકે પરસોત્તમભાઈ કૈલાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું. સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજકોટ વિભાગ કાર્યકારિણી સદસ્ય રવિભાઈ ગોંડલીયાએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મોરબી જિલ્લા સહકાર્યવાહ મહેશભાઈ બોપલિયા ઉપસ્થિત રહેલા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૧૦ વ્યકિઓએ બ્લડ ડોનેશન કર્યું હતું.આ બ્લડ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા દર્દીના લાભાર્થે આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો.પીયૂષભાઈ ભંડેરી તેમજ ગામ સમસ્તના લોકોએ જહેમત ઉઠાવેલ હતી.

- text