મોરબીની સોસાયટીઓ ચોખ્ખી ચણાક રાખવા ઓરપેટ ગ્રુપ આગળ આવ્યું

ઓરપટ ગ્રુપે શહેરની પાંચ સોસાયટી સફાઈ માટે દત્તક લેવાની તૈયારી દર્શાવી

મોરબી : મોરબીની સોસાયટીઓ ચોખ્ખી ચણાક રાખવા ઓરપેટ ગ્રુપ આગળ આવ્યું છે. ઓરપેટ ગ્રુપના સુપ્રીમો અને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ પ્રવીણભાઈ ભાલોડીયા દ્વારા નવા બસસ્ટેન્ડ આજુબાજુની પાંચ સોસાયટી દત્તક લઈ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવા નગરપાલિક સમક્ષ માંગણી કરવામાં આવતા પાલિકાએ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં નવા બસટેન્ડ નજીક આવેલી જુદી – જુદી પાંચ સોસાયટીઓ દત્તક લઈ આ સોસાયટીની ચોખ્ખી ચણાખ બનાવવા ઓરપેટ ગ્રુપના સુપ્રીમો અને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ પ્રવીણભાઈ ભાલોડીયાએ પાલિકા સમક્ષ સોસાયટીઓ દત્તક લેવા માંગણી કરી છે.

વધુમાં આ મામલે ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું કે સોસાયટીઓ દત્તક આપી સ્વચ્છતા ઝુંબેશ માટે પાલિકા તંત્ર હકારાત્મક છે અને આ મુદ્દે અગ્રણીનું પ્લાનિંગ જોઈ આ દિશામાં કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.