મોરબી નજીક જુના ઘુંટુ રોડ પર રિક્ષામાં ૫૬ બોટલ વિદેશી દારૂ સાથે ૪ શખ્સો પકડાયા

- text


પોલીસે રીક્ષા અને દારૂ મળીને કુલ રૂ. ૭૮ હજારનો મુદામાલ જપ્ત કર્યો

મોરબી : મોરબી તાલુકા પોલીસે જુના ઘુંટુ રોડ પર રિક્ષામાં રૂ. ૮ હજારની કિંમતના ૫૬ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ૪ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ પર મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ વાહન ચેકીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન રિક્ષામાંથી રૂ. ૮ હજારની કિંમતના ૫૬ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષા સવાર અલ્પેશ રમેશ ભાટી, એજાજ જીકર મલા, આસિફ મુસ્તુફા કુરેશી અને આસિફ ઇશાક સીનેજીયાને પકડી પાડ્યા હતા.

- text

મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી રીક્ષા અને વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂ. ૭૮ હજારનો મુદામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text