મોરબીના સુપરમાર્કેટમાં ચિક્કાર દારૂ ઢીંચીને આવેલા શખ્સને પોલીસ હવાલે કરતા વેપારીઓ

- text


દારૂડિયાઓની મોસમ પૂરબહારમાં : રાત્રે તો ઠીક હવે દિવસે પણ દારૂ પીને ખેલ કરનારાનું પ્રમાણ વધ્યું

મોરબી : મોરબીના સુપર માર્કેટમા આજે સાંજે એક પરપ્રાંતીય યુવાન દારૂના નશામાં ધૂત થઈને આવી પહોંચ્યો હતો. ત્યારે સ્થાનિક વેપારીઓએ તુરંત જ આ શખ્સને પોલીસ હવાલે કરીને જાગૃતતા બતાવી હતી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સુપરમાર્કેટ ખાતે આજે કોઈ અજાણ્યો પરપ્રાંતીય યુવાન દારૂના નશામાં ડમમર થઈને આવ્યો હતો. આ યુવાન ઉભો રહી શકે તેમ પણ ન હતો. ત્યારે સુપરમાર્કેટના પ્રમુખ જીતુભાઇ અને અલ્પેશભાઈ કોઠીયાએ તુરંત જ પોલીસનો સંપર્ક કરીને આ શખ્સને પોલીસ હવાલે કરી જાગૃતતા બતાવી હતી.

મોરબીમાં દારૂડિયાનોની મોસમ પૂરબહારમાં ખીલી છે. રાત્રે તો ઠીક ધોળે દિવસે પણ દારૂડિયાઓ બેફામ દારૂ ઢીંચીને જાહેર જગ્યાઓ પર નીકળી જાય છે. ગઈકાલે જ રામચોક ખાતે દારૂના નશામાં ધૂત એક શખ્સે બાઈક અકસ્માત સર્જયો હતો.

- text