મોરબીની લાભનગર સોસાયટીમાં જુગાર રમતા ૪ પકડાયા

- text


બી ડિવિઝન પોલીસે રૂ. ૪૩૨૦ની રોકડ જપ્ત કરી

મોરબી : મોરબીના સામાકાંઠે લાભનગરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂ. ૪૩૨૦ની રોકડ સાથે ઝડપી પાડી બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ બી ડિવિઝન પોલીસે મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પર આવેલ લાભનગરમાં દરોડો પાડીને જુગાર રમતા બળદેવભાઇ રામજીભાઇ સાલાણી ઉ.વ.૧૯, ભરતભાઇ શામજીભાઇ થરેશા ઉ.વ.૨૮, કિશનભાઇ ઉગાભાઇ સાલાણી ઉ.વ. ૧૯, દિનેશભાઇ અમરશીભાઇ સાલાણી ઉ.વ. ૩૯ને પકડી પાડ્યા હતા.

- text

બી ડિવિઝન પોલીસે રૂ. ૪૩૨૦ની રોકડ જપ્ત કરી ચારેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text