મોરબીમાં પશુપાલકોને લોન અપાવવા જિલ્લા પંચાયત પ્રમુખ મેદાને

બેન્કોની આડોળાઈને કારણે જિલ્લા પંચાયત દ્વારા સીધો હસ્તક્ષેપ કરાયો ; લોન લેવા માંગતા પશુપાલકોએ અરજી કરવા અનુરોધ

મોરબી : મોરબી જિલ્લામાં પશુ પાલકો સરકારની દુધાળા પશુ ધિરાણની યોજનામાં બેંકો સહકાર આપતી ન હોય પશુપાલકો લાભ મળી શકે તે માટે જિલ્લા પંચાયત પ્રમુખ ચીખલીયાએ દ્વારા પશુપાલકો માટે જિલ્લા પંચાયત મારફતે ધીરાણ અપાવવા કાર્યવાહી શરૂ કરી છે જેથી લોન લેવા માંગતા પશુપાલકોને જિલ્લા પંચાયતની પશુપાલન શાખાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

તાજેતરમાં પશુપાલન ખાતા દ્વારા સ્વરોજગારી ઉભી કરવાના હેતુ અર્થે પશુપાલન વ્યવસાય માટે ૧૨(બા૨) દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવાની યોજના સને ૨૦૧૮-૧૯ યોજના બનાવેલ છે જેમાં પશુપાલક મિત્રો જે તે વિસ્તારની બેન્કમાં બેન્ક મેનેજરનો સંપર્ક કરવા જાય છે પણ તેના પ્રત્પુતરમાં બેંકો તે પશુપાલનના ધિરાણમાં રસ નથી લેતી તેમજ કોઈ પણ અગમ્ય કારણોસર પશુપાલકોને ખુબ જ મુશ્કેલી પડે છે આવી ફરીયાદો જિલ્લા પંચાયત ખાતે સતત મળતી રહે છે આવી યોજનાના ઢાંચામાં ફેરફારને અવકાશ નથી.

જેથી જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચીખલીયાએ પશુપાલકોની મુશ્કેલીઑના નિવારણ અર્થે જણાવેલ છે કે જે લોકોને ખરેખર પશુપાલનનો ધંધો કરવો જ છે એવા લોકોએ તારીખ ૨૫/૦૮/૨૦૧૮ સુધીમાં પોતાની ઉપરોક્ત યોજનાની અરજો જિલ્લા પંચાયતની કચેરી ખાતેની પશુપાલન શાખામાં નાયબ પશુપાલન નિયામકને આપી શકશે જે અરજો સ્વીકારી જે તે વિસ્તારના બેંકોમાં ભલામણ કરી મોકલી આપશે જેથી પશુપાલકોની મુશ્કેલીનું નિવારણ થઈ શકે તેમજ બેંક તરફથી સૈદ્ધાંતિક મંજુરી મળ્યે આઈ-ખેડુત પર અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ તા.૩૧/૦૮/૨૦૧૮ સુધીની છે જેની નોંઘ લેવા પશુપાલક મિત્રોને જણાવવામાં આવે છે.