મોરબીમાં ૨૫મીએ અટલજીને શ્રધાંજલિ પાઠવવા સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભા

- text


તમામ તાલુકા મથકોએ પણ સર્વદલિય પ્રાર્થનાસભાઓનું આયોજન 

મોરબી : ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપાયીજીનું દુઃખદ અવસાન થયું છે. દેશની ૧૨૫ કરોડ થી વધુ લોકોના પ્રિય અટલબિહારી વાજપેયીજીના અવસાન થી દેશને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરમ શ્રદ્ધેય અટલજી ને શ્રદ્ધા સુમન અર્પણ કરવા સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભા મોરબી જિલ્લા મથક ખાતે તા. ૨૫ને શનિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે નવા બસ સ્ટેન્ડ સામે રાખવામા આવેલ છે.

આ સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભામાં તમામ પાર્ટી-દલના અગ્રણીઓ તેમજ તમામ ધાર્મિક અને સમાજ સેવી સંસ્થાઓના પ્રતિનિધીઓ, તમામ જાતિ-ધર્મના ધર્મ ગુરૂઓ,તમામ એસોશીએશન અને વેપારી મંડળના પ્રમુખો અને પ્રતિનિધિઓ તેમજ ડોક્ટરો, શિક્ષકો, વકીલો અને પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના સૌ પત્રકાર મિત્રો તેમજ મોરબી શહેર તથા ગ્રામ્યના પ્રજાજનો તેમજ માળીયા શહેર તથા ગ્રામ્યના સૌ પ્રજાજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાર્થના સભામાં શ્રદ્ધા સુમન અર્પણ કરશે.

- text

તાલુકા કક્ષાએ પણ સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભા” રાખવામા આવેલ છે. જેમાં હળવદ તાલુકાની તા.૨૫ને શનિવારના રોજ સાંજે ૪ વાગ્યે,બ્રાહ્મણ સમાજ ભોજન શાળા ખાતે રાખેલ છે અને ટંકારા તાલુકાની સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભા તા. ૨૫ ને શનિવારના રોજ સાંજે ૪ વાગ્યે,સ્વામી દયાનંદ સરસ્વતી જન્મ સંસ્થાન ખાતે રાખેલ છે. તેમજ વાંકાનેર તાલુકાની સર્વદલિય સાર્વજનિક પ્રાર્થનાસભા તા.૨૮ને મંગળવારના રોજ ગાયત્રી મંદિર ખાતે રાખવામાં આવેલ હોય શ્રદ્ધા સુમન અર્પણ કરવા પ્રાર્થનાસભામાં સૌને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલની યાદીમાં જણાવામાં આવ્યું છે.

- text