મોરબીના યુનાઇટેડ જીવદયા ગ્રુપનું અનોખુ સેવા કાર્ય : ૩૫૦૦ સીડબોલ મુકાયા

વૃક્ષારોપણ માટેના સીડબોલ ગૌ પાલકો પાસે બનાવડાવીને તેને રોજગારી પણ અપાઈ

મોરબી : મોરબીના યુનાઇટેડ જીવદયા ગ્રુપ દ્વારા અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં ૩૫૦૦ સીડબોલ ગૌ પાલકો પાસે બનાવડાવીને તેને રોજગારી આપવામાં આવી હતી. સાથે આ સીડ બોલને પાણીના સંગ્રહ વાળી જગ્યામાં વેરી દેવામાં આવ્યા હતા.

આજે રોજ યુનાયટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા એક અનોખી પ્રવૃત્તિ કરવા માં આવી હતી. જેમાં પ્રકૃતિ નું જતન કરવા માટે ગ્રુપ દ્વારા આશરે ૩૫૦૦થી વધુ સિડ બોલ તૈયાર કરાવવામાં આવ્યા હતા. ગૌ માતાને પાળતા નબળા લોકો પાસેથી આ સીડ બોલ બનાવડાવીને તેને રોજગારી પૂરી પાડવામાં આવી હતી.

બાદમાં આ સિડબોલને પાણીનો સંગ્રહ રહે એવા વિસ્તારના કાંઠે ફેંકવામાં આવ્યા હતા. કુદરતના ખોળામાં આ સીડ બોલમાંથી અમુક બીજ વરસાદ આવતા થોડાક દીવસોમાં એક વૃક્ષ પણ બની જશે.આ અનોખી પ્રવૃત્તિથી વૃક્ષની સંખ્યામાં વધારો થશે.