મોરબી જિલ્લા પોલીસ દ્વારા જીપીએસસી પરીક્ષા માટેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


જિલ્લા પોલિસ વડા ડો. કરનરાજ વાઘેલાની ઉપસ્થિતિ : મૌન પાડી અટલજીને અપાઈ શ્રધાંજલિ

મોરબી : મોરબી જિલ્લા પોલીસ તથા TTC એકેડેમીના સંયુક્ત ઉપક્રમે આગામી સમયમાં GPSC વર્ગ ૧ અને ૨ ની ૨૯૪ જગ્યાઓ માટે યોજાનાર પ્રાથમિક કસોટીને અનુલક્ષીને મોરબી ખાતે ફ્રી માર્ગદર્શન સેમીનારનું આયોજન થયું હતું

મોરબી જિલ્લા પોલીસના પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાના વિશેષ પ્રયત્નો અને માર્ગદર્શનથી મોરબી રવાપર રોડ પર ઉમા હોલ ખાતે યોજાયેલ આ સેમિનારમાં કુલ ૩૫૦ થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમીનારમાં પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા સહીત મોરબી ડેપ્યુટી કલેકટર અનીલભાઈ ગોસ્વામી, રાજકોટ ડેપ્યુટી કલેકટર આશિષભાઈ મિયાત્રા અને મેહુલભાઈ બરાસરા, તેમજ મોરબી મામલતદાર દીવ્યરાજસિંહ જાડેજા અને પોરબંદર મામલતદાર પ્રતિકભાઈ કુંભાણીની ઉપસ્થિતિ અને માર્ગદર્શન પ્રાપ્ત થયુ હતું.

આ તમામ વર્ગ ૧ અને ૨ ના અધિકારીશ્રીઓ અને TIC એકેડમીના સંચાલક મનીષભાઈ ગઢવી દ્વારા GPSC પ્રીલીમીનરી પરીક્ષાના નવા અભ્યાસક્રમને ઉદ્દેશીને તૈયારી અને વાંચન સામગ્રી અંગે ટીપ્સ આપી હતી.

- text

સેમીનારના અંતે ઓકટોબર અંતમાં યોજાનાર GPSC પ્રીલીંમીનરી માટે ફ્રી વિકેન્ડ કલાસીસની જાહેરાત કરવામાં આવી હતી આ વર્ગો 24 ઓગષ્ટથી યોજાશે.


- text