ગુજરાત રાજયની જુદીજુદી બજાર સમિતિઓના કર્મચારીઓ હળવદ માર્કેટીંગ યાર્ડની મુલાકાતે

- text


૯૦ દિવસના સમય ગાળામાં રાજયની ૧૩ યાર્ડના કર્મચારીઓ પ૦ હજાર મણ જણસીની હરરાજીના શેડ નિહાળી થયા પ્રભાવિત

હળવદ : ગુજરાત રાજયના નડિયાદ શહેર ખાતે આવેલ ડિપ્લોમા ઈન એગ્રીકલ્ચર માર્કેટીંગ મેનેજમેન્ટમાં કોર્ષના ૯૦ દિવસના સમય ગાળામાં ગુજરાત બજાર નિયંત્રણ સંઘ દ્વારા આ તાલીમ અને અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ૧૩ યાર્ડના કર્મચારીઓએ આજરોજ હળવદ માર્કેટીંગની મુલાકાત લીધી હતી. જે દરમિયાન ર૩ જેટલા કર્મચારીઓ ૧ર દિવસના આ અભ્યાસ પ્રવાસમાં જાડાય છે ત્યારે ર૩ કર્મચારીઓએ અભ્યાસ હેતુ હળવદ માર્કેટીંગમાં થઈ રહેલ આયોજનબધ્ધ કામગીરીની માહિતીથી વાકેફ થયા હતા. આ પ્રસંગે પૂર્વ રાજયમંત્રી તેમજ યાર્ડના ચેરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ઝાલાવાડ તેમજ મચ્છુકાંઠામાં પ્રથમ હરોળમાં ગણાતું હળવદ માર્કેટીંગની સમગ્ર કામગીરીની શરૂઆત દરરોજ સવારે રાષ્ટ્રગાન સાથે કરવામાં આવતી હોય છે જેને રાજયના જુદાજુદા ૧૩ યાર્ડના ર૩ કર્મચારીઓએ જોઈ પ્રભાવિત થયા હતા. નડિયાદ શહેર ખાતે આવેલ ડિપ્લોમા ઈન એગ્રીકલ્ચર માર્કેટીંગ મેનેજમેન્ટના કોર્ષમાં ૯૦ દિવસનો અભ્યાસ કરી રહેલા ર૩ જેટલા કર્મચારીઓએ આજે હળવદ માર્કેટીંગ યાર્ડની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ હળવદ યાર્ડની જુદીજુદી જણસી અને શેડ વિશે માહિતગાર થયા હતા. જેમાં ખાસ કરીને હળવદ માર્કેટીંગ યાર્ડમાં નિર્માણ કરાયેલા વિશાળ શેડમાં વરસાદી વાતાવરણમાં પણ પ૦ હજાર મણ જેટલી જણસીની હરરાજી ખેડૂતો ઓકસન શેડ દ્વારા કરી શકે છે જેની આજરોજ રાજયના અલગ અલગ બજાર સમિતિના કર્મચારીઓએ મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા.

- text

આ પ્રસંગે પૂર્વ રાજયંમત્રી જયંતીભાઈ કવાડીયા, માર્કેટ યાર્ડ ચેરમેન રણછોડભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, યાર્ડના વાઈસ ચેરમેન સહિત ડાયરેકટરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડિપ્લોમા ઈન એગ્રીકલ્ચર માર્કેટીંગ મેનેજમેન્ટ ર૦૧૮ના અભ્યાસ પ્રવાસના ભાગરૂપે રાજયની વિવિધ બજાર સમિતિના કર્મચારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવતી હોય છે ત્યારે હળવદ માર્કેટીંગ ખાતે આવેલ ર૩ કર્મચારીઓને આગામી આયોજન અને વિસ્તૃત માહિતી સેક્રેટરી મહેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

 

- text