વાંકાનેરના જુના ઢૂંવા ગામની સીમમાંથી ૫ જુગારીઓ ઝડપાયા

- text


વાંકાનેર તાલુકા પોલીસે રૂ. ૧૦૨૧૦ની રોકડ જપ્ત કરી

વાંકાનેર : વાંકાનેરના જુનાઢૂવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સોને પોલીસે રૂ. ૧૦૨૧૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસે જુનાઢૂંવા ગામની સીમમાં આવેલ સુરાપુરા દાદાના ઓટા પર જુગાર રમતા પાંગા પરસુ માવી, કલ્પેશ કાવરજી માવી, બકા પરસુ માવી, દુલા પરસુ માવી અને છગન બચુ માવીને રૂ ૧૦૨૧૦ની રોકડ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text