હળવદના જાણીતા ડો. હરિભાઈ ગઢિયાનું નિધન

હળવદ : હળવદ ના સૌથી જુના તબીબમાં ના એક, ગરીબ દર્દીઓના બેલી, કરુણાથી ઓતપ્રોત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્વ તાલુકા સંઘ ચાલક, રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિસ્ઠાન (શિશુ મંદિર ) ના પૂર્વ પ્રમુખ, વૈજનાથ મહાદેવ મંદિરના પૂર્વ પ્રમુખ અને વિવિધ સામાજિક , ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા ડો.હરિભાઈ ગઢિયા તે ડો.ભરતભાઇ , દેવેનભાઈ, કિશોરભાઈના પિતાનું ટૂંકી માંદગી બાદ ૮૪ વર્ષની ઉંમરે અવસાન થયેલ છે.