મોરબીમાં પાસના અગ્રણીઓએ રામધૂન બોલાવી : પોલીસ દ્વારા અટકાયત

- text


હાર્દિકની અટકાયતના વિરોધમાં યોજાયેલ રામધુનમાં માત્ર ૬ થી ૭ અગ્રણીઓની ફિક્કી હાજરી

મોરબી : હાર્દિક પટેલની અટકાયતના પગલે મોરબીમાં પાસના અગ્રણીઓ દ્વારા પ્રથમ ધરણાનું એલાન આપ્યા બાદ માત્ર રામધૂનનો કાર્યક્રમ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે માત્ર ગણ્યા ગાઠયા પાસ કાર્યકર્તા એકઠા થયા હતા. જેમના દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા પાસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

- text

અમદાવાદમાં હાર્દિક પટેલની અટકાયતના પગલે મોરબીમાં પાસ અગ્રણીઓએ નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક પ્રથમ ધરણા બાદ રામધૂન બોલાવાની જાહેરાત કરી હતી. પરંતુ મોડે મોડે સુધીમાં માત્ર ૬ થી ૭ જેટલા જ અગ્રણીઓએ હાજર રહીને રામધૂન બોલાવી હતી. આમ ફિક્કી હાજરીમાં રામધૂન બોલાવવામાં આવી હતી. આ તકે ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને એ ડિવિઝન સહિતનો કાફલો તૈનાત રહ્યો હતો.

રામધૂન બોલાવનાર પાસ અગ્રણીઓ મનોજ કાલરીયા, નિલેશ એરવાડીયા, અલ્પેશ કોઠીયા, ચેતન વસયાણી સહીતના લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

- text